Friday, June 27, 2008
Annapoorna Stotra
Nityanandakari varabhayakari saundaryaratnakari Nirdhutakhilaghorapavanakari pratyaxamaheshvari Praleyachalavanshapavanakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 1
Nanaratnavichitrabhushanakari hemambaradambari Muktaharavilambamana vilasath vaxojakumbhantari Kashmiragaruvasita ruchikarii kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 2
Yoganandakari ripukshayakari dharmarthanishthakari Chandrarkanalabhasamanalahari trailokyaraxakari
Sarvaishvaryasamastavajnchitakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 3
Kailasachalakandaralayakari gauri uma shankari
Kaumari nigamarthagocharakari onkarabijaxari
Moxadvarakapatapatanakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 4
Drishyadrishya vibhutivahanakari brahmandabhandodari
Lilanatakasutrabhedanakari vigyanadipankuri
Shrivishveshamanah prasadanakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 5
Urvi sarvajaneshvari bhagavati matanapurneshvari
Veninilasamanakuntaladhari nityanadaneshvari
Sarvanandakari sadashubhakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 6
Adikshantasamastavarnanakari shambhostribhavakari
Kashmira trijaleshvari trilahari nityankura sharvari
Kamakanxakari janodayakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 7
Devi sarvavichitraratnarachita daxayani sundari
Vame svadupayodhara priyakari saubhagya maheshvari
Bhaktabhishtakari sadashubhakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 8
Chandrarkanalakotikotisadrisha chandranshubimbadhari
Chandrarkagnisamanakundaladhari chandrarkavarneshvari
Malapustakapashasankushadhari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 9
Kshatratranakari mahabhayakari mata kripasagari
Saxanmoxakari sada shivakari vishveshvari shridhari
Daxakrandakari niramayakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 10
Anapurne sadapurne shankarapranavallabhe
Gyanavairagyasiddhyartham bhiksham dehi cha parvati 11
Mata cha parvati devi pita devo maheshvarah
Bandhavah shivabhaktashcha svadesho bhuvanatrayamh 12
Gujarati Reading Material June 27, 2008
આપણી ભારતીય સંસ્કૃતિમાં વ્રતો, તહેવારો અને ઉત્સવોને એક આઘ્યાત્મિક વારસો ગણી શકાય. આપણા જીવનમાં પાયારૂપ ચાર બાબતો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમાવી લેવામાં આવેલ છે. જે વિવિધ વ્રતો, ઉધાપનો દ્વારા સાધી શકાય છે. વ્રતધારીઓ દૈવી શકિતઓનું પોતાનામાં અવતરણ કરવા માટે વ્રતોનો આશ્રય લઈ પોતાની ધાર્મિક ભાવનાઓને પોષતા હોય છે.
વ્રતો એટલે માત્ર બહેનો એ જ કરવાની બાબત છે એવું ઘણા પુરુષો માનતા હોય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. પ્રત્યેક વ્રતો સ્ત્રી-પુરુષે સાથે મળીને કરવાનાં હોય છે અને તેની ઉજવણી પણ સહભાગી બનીને જ કરવાની હોય છે.
આ પ્રકારનું જ એક વ્રત એટલે ‘વટસાવિત્રી વ્રત’ જેમાં સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય સહિત પુત્ર-પૌત્રાદિકનાં સુખની પ્રાપ્તિની મહેરછા રાખે છે. આ વ્રત જેઠ સુદ પૂર્ણિમાના દિવસે કરવાનું વિધાન છે. કેટલાક પ્રદેશોમાં અમાવસ્યાએ પણ આ વ્રત કરવામાં આવે છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર અમાસ અથવા પૂર્ણિમા પૂર્ણ વેધવાળી લેવી તેવું સૂચન છે. જેને સ્કંદ અને ભવિષ્યપુરાણમાં પણ સમર્થન મળેલું છે. દક્ષિણના લોકો જેઠ સુદ પૂર્ણિમાના દિવસે આ વ્રત કરે છે. પરંતુ પિશ્ચમના લોકો જેઠ વદ અમાવાસ્યાના દિવસે આ વ્રત કરે છે.
‘વટસાવિત્રીની કથા’ હિંદુ પરિવારોમાં સર્વ વિદિત છે. સાવિત્રીના પતિવ્રતપણાએ અને તેના ‘વટસાવિત્રી’ના વ્રતના પ્રભાવથી પોતાના પતિને યમરાજના મુખમાંથી છોડાવ્યા, એટલું જ નહીં પણ પોતાનાં અંધ સાસુ-સસરાને પણ દેખતાં કર્યા અને વ્રતના પ્રભાવથી જ પોતાને ત્યાં રિદ્ધિ-સિદ્ધિને ઉતારી, જે વ્રતધારીઓ માટે સવ પ્રકારે અનુકરણીય છે.
વટસાવિત્રીના આ દૃષ્ટાંત દ્વારા મહર્ષિ અરવિંદ ઘોષે પણ પોતાના યોગનો પાયો રરયો જેમાં આ કાયાને દિવ્યત્વ આર્પીને ૧૦૦ વર્ષ સુધી ટકાવી શકાય છે, તે બાબતને તારવી કાઢી અને દિવ્ય જીવનનું યોગ માર્ગમાં પ્રતિપાદન કર્યું.
વટસાવિત્રી વ્રતની વિધિ
જેઠ સુદ ૧૩ના દિવસે આ વ્રત કરવા ઇરછનારે શરીર શુદ્ધિ અને વિધ્નોના નિવારણ માટે મહાનદી, સરોવર અથવા ઝરણાંના જળથી સ્નાન કરવું. પૂર્ણિમાના દિવસે તલ, આમળાં, સરસવ અને માટી શરીર પર ચોળી જળથી વિશેષ સ્નાન કરી પવિત્ર થવું. ત્યાર પછી વટ-વૃક્ષની સમીપ જઈને તેને પાણી રેડવું, એના થડને સૂતર વીંટવું અને ‘વૈવસ્વતાય નમ:’ આ મંત્રનો ઉરચાર કરી ચંદન, અક્ષત (ચોખા) અને પુષ્પ તેમજ અબીલ, ગુલાલ, સીંદૂર, હળદર આદિ સૌભાગ્ય દ્રવ્ય વડે ભકિતભાવનાથી પૂજા કરવી અને પછી તે વડની પ્રદક્ષિણા કરવી.
જો વૃદ્ધિ સૂતક હોય, મૃત્યુ સૂતક હોય, રોગ હોય અથવા ઋતુમતી નારી હોય તો પૂજાવિધિ સુપાત્ર બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય છે. તેરસથી પ્રારંભ કરી પૂર્ણિમા પર્યંત આ વ્રત કરવું જોઈએ.
પૂજન વિધિ
વટવૃક્ષના સમીપ જઈ અભિમુખ બેસીને ત્રણ વખત આચમન કરવું (જળ પીવું) (ઓમ્ હ્ર` કેશવાય નમ:, ઓમ્ હ્ર` નારાયણય નમ:, ઓમ્ હ્ર` માધવાય નમ: એમ ત્રણ વખત બોલીને આચમન કરવું) ચોથી વખત ‘ગોવિંદાય નમ:’ આ મંત્ર બોલી હાથ ધોઈ નાંખવા પછી શ્રી ગણેશ, શ્રી ગુરુદેવ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી શિવપાર્વતીજી, શ્રીબ્રહ્મા અને સાવિત્રીજી, શ્રી ઇન્દ્ર-ઇન્દ્રાણી અને પિતૃ દેવતાઓ, ઇષ્ટદેવતા, સ્થાન દેવતા, કૂળ દેવતા, ગ્રામ દેવતા તથા ગોત્ર દેવતા સહિત તેત્રીસ કોટિ દેવતાઓનું સ્મરણ કરી માસ, પક્ષ વગેરેનું ઉરચારણ કરી વ્રતનો સંકલ્પ કરવો અને ‘મારા-પતિ તથા પુત્ર પરિવારના આયુષ્યની અભિવૃદ્ધિ માટે, એમના આરોગ્ય માટે અને જન્મોજન્મ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ‘વટસાવિત્રી’નું વ્રત હું કરીશ’ એમ કહી સંકલ્પનું જળ મૂકવું. વડના મૂળમાં જળ રેડવું અને ભકિતભાવનાથી વડને સૂતર વીંટવું અને ચંદન પુષ્પ અને ચોખાથી વડની પૂજા કરવી અને પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરતાં નીચેનો મંત્ર મનમાં બોલવો :
‘યાનિકાનિચ પાપાનિ, જન્માતર કૃતાનિચ
તાનિ સર્વાણિ નશ્યંતુ, પ્રદક્ષિણાં પદે પદે’
આ પ્રકારની વિધિ પતાવ્યા પછી ધેર આવવું. ઘરની મઘ્યમાં હળદર અને ચંદનથી વટવૃક્ષનું આલેખન કરવું અને વટસાવિત્રી દેવીની પૂજા કરવી. પહેલાંની જેમ જ સંકલ્પ કરવો અને જળ મૂકવું, પછીના મંગલ ચરણમાં દીપ દેવતા તથા સૂર્યનારાયણનું પૂજન કરવું, ત્યારબાદ ગણપતિ ભગવાનનું પૂજન કરવું. પછીથી અંતમાં ધૂપ, દીપ નૈવેધ, જળ, ફળ, પાન, દક્ષિણા સમર્પિત કરી આરતી ઉતારવી. છેલ્લે મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી વિશેષ અઘ્ર્ય આપવો. (ફળ સાથે જળ મૂકવું જેમાં શ્રીફળ શ્રેષ્ઠ ગણાય, અભાવે અન્ય ફળ પણ લઈ શકાય) અને જન્મજન્માંતરનાં પાપોના ક્ષય માટે હાથ વડે અગાઉ જણાવેલ પ્રદક્ષિણા મંત્ર મનમાં બોલી પ્રદક્ષિણા કરવી, અને છેલ્લે પ્રાર્થના કરવી કે :
‘હૈ સાવિત્રી દેવી! આપ જગતમાં સ્ત્રષ્ટા છો, બ્રહ્માજીને પ્રિય છો, બ્રાહ્મણો, સ્ત્રીઓ અને મુનિગણ પણ આપની પૂજા કરે છે. આપ સર્વે પ્રાણીઓને ત્રણે કાળમાં વંદવા યોગ્ય છો. આપને હું અંત: કરણપૂર્વક વંદન કરું છું. મેં અર્પેલ પૂજા આપ ગ્રહણ કરો, મારાં સર્વ દુ:ખોનું નિવારણ કરો, મને અખંડ સૌભાગ્ય તેમજ પુત્ર અને પૌત્રાદિકનું સુખ આપો. સત્યથી દુ:ખરૂપ સંસાર-સમુદ્રમાં આપ મારી રક્ષા કરો. હે સુરુચિ! આપ ગૌરી, ઇન્દ્રાણી, લક્ષ્મી, ચંદ્રપ્રભા અને જગન્માતા છો આપ મારો ઉદ્ધાર કરો શત, શત જન્મનાં મારાં પાપોનો ક્ષય કરો.
વિશેષમાં, વ્રતધારકે આ વ્રતના દિવસ કોઈ એક સૌભાગ્યવતીની પૂજા કરવી અને તેને સૌભાગ્યનાં અલંકારોનું યથાશકિત દાન કરવું. વ્રતકથા વિગતવાર સાંભળવી, અને સુપાત્ર બ્રહ્માણોને પણ યથાશકિત દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવા. અને છેલ્લે માતાજીને ભકિત શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરતાં મનમાં ઉરચારણ કરવું.
‘સાવિત્રી, બ્રહ્મગાયત્રી, સર્વદા પ્રિયભાષિણી
તેન સત્યેન માં પાહિ દુ:ખ સંસાર સાગરાત્
વટસાવિત્રી વ્રતનું ઉધાપન
વ્રતધારકના સંકલ્પ અનુસાર યથાસમયે વ્રત પરિપૂર્ણ થતાં આ વ્રતનું ઉધાપન કરવું જેમાં સત્યવાન, બ્રહ્મા-સાવિત્રીજીની મૂર્તિનું વિધિવત્ સ્થાપન કરી પૂજન કરવું. (વડના મૂળ પાસે ગોમયનું મંડળ કરવું સત્યવાન અને સાવિત્રીની મૂર્તિનું પૂજન કરવું) બારશથી પૂિર્ણમાપર્યંત ત્રણ દિવસ પ્રતિદિન સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી. યથાશકિત દાન આપવું, વડ અથવા ઘરઆંગણે સ્થંડિલ કરી સાવિત્રીજીનો મંત્ર ભણી હોમ કરવો. અંતિમ દિને સૂર્યાસ્ત પછી રાત્રે સગાં, સ્નેહીઓ સાથે ભોજન લેવું. કર્મકાંડના જાણકાર સુપાત્ર, વિદ્વાન વિપ્ર પાસે તેમના માર્ગદર્શન અનુસાર પણ ઉધાપન વિધિ થઈ શકે છે.
==========================================================
સદગુરુ સાંઇબાબાની અપ્રતિમ ગુરુસેવા - Courtesy Jayesh Rawal
સદગુરુ સાંઇબાબાનો મહિમા જ અનેરો છે. અપાર ભકત સમુદાય પોતાના આરાઘ્ય દેવ તરીકે જે બાબાને ગુરુ માને છે, તેમનું અવતરણ જ ગુરુસ્થાનમાંથી થયું! બાબાની નાત, જાત, ધર્મ, માતા-પિતા, કુળ અને ગોત્ર વિશે કોઇ વિગતો પ્રાપ્ત થતી નથી. પરંતુ બાબા જયાંથી પ્રગટ થયા, તે સ્થાન તેમણે પોતાના ગુરુનું સ્થાન છે, તેમ ચોક્કસપણે જણાવ્યું : ‘મારા ગુરુ ચાવડીમાં એક જ જગ્યાએ બેઠા રહેતા. તેઓ સ્થાન છોડતા જ નહીં. ખાનપાન, શૌચમૂત્ર વગેરે તમામ ક્રિયાઓ તેઓ તે જ જગ્યાએ એક જ આસને કરતા. તેઓ તેમના શરીરને બિલકુલ હલાવતા નહીં. તેથી તેમને ખવડાવવા-પિવડાવવાની તેમજ તેમનાં મળમૂત્ર સાફ કરવાની બધી જ કામગીરી મારે જ કરવી પડતી. ૧૨ (બાર) વર્ષ સુધી તેમનાં ચરણમાં રહ્યો. નાનાથી મોટો ગુરુએ કર્યો, અન્ન-વસ્ત્રનો તોટો ન હતો. એમના હૃદયમાં અમાપ પ્રેમ હતો. તેઓ વાત્સલ્યની વિરલ મૂર્તિ હતા. એ સુખનું વર્ણન જ અશકય છે! હું રાત-દિવસ પ્રેમથી ગુરુનું મુખ નિહાળ્યા કરતો, મને નહોતા લાગતાં ભૂખ કે તરસ. ગુરુ વિના મારું મન અસ્વસ્થ રહેતું. જે તમે મારામાં દેખો છો, તે સર્વ મારી ગુરુસેવાનું જ ફળ છે.’ આમ જણાવી બાબાએ પોતાની ગુરુ પ્રત્યેની અપ્રતિમ ભકિતનું વર્ણન કર્યું છે.
પરંતુ આ સમૃદ્ધ અને વૈભવશાળી ગુરુ કોણ હતા, તે વિગતો કોઇને પણ બતાવી નથી. માત્ર તેમણે પોતાના અંતરંગ ભકતો મહાળસાપતિ તથા વામનરાવ સમક્ષ વાતવાતમાં નિર્દેશ કર્યો હતો કે તેમના ગુરુનું નામ ‘વેંકુશા’ અથવા ‘રોશનશા’ હતું. મુમુક્ષુઓએ આટલેથી જ પોતાની જિજ્ઞાસા સંતોષવી રહી.
એક વાર ખાસોબા દેશમુખનાં પત્ની રાધાબાઇ બાબાનાં દર્શને આવ્યાં. બાબાનાં દર્શનથી તેઓ એટલાં શ્રદ્ધાવાન બની ગયાં કે તેમણે બાબાને પોતાના ગુરુ બનાવવા તથા બાબા પાસેથી ગુરુમંત્રની દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. બાબાએ કયારેય કોઇને પોતાના શિષ્ય બનાવ્યા નથી, કે ન તો કોઇને મંત્રદીક્ષા આપી! રાધાબાઇ એ તો હઠ પકડી અને અન્નજળનો ત્યાગ કરી દીધો. આ રીતે તેમણે ત્રણ દિવસ પસાર કર્યા.
પોતે વૃદ્ધ હતાં, તેથી નકોરડા ઉપવાસ કરવાથી તેમનામાં અશકિત આવી ગઇ. આ વાતની જાણ બાબાને થઇ. તેથી બાબાએ રાધાબાઇને બોલાવ્યાં અને પોતાની સામે બેસાડી બોધ કર્યો: ‘ઓ મા! હું તને ખરી વાત કહું છું તે સાંભળ. મારા ગુરુ મહાસમર્થ અને દયાળુ હતા. હું તેમની સેવા કરીને થાકયો પણ એમણે મારા કાનમાં મંત્ર ના આપ્યો, તે ના જ આપ્યો. મેં પણ કદી એમનો આશ્રય ન છોડી એમના મુખેથી મંત્ર લેવા નિશ્ચય કર્યો હતો. ગુરુદક્ષિણા રૂપે તેમણે પણ મારી પાસેથી માત્ર બે જ પૈસા લીધા હતા, અને તે પણ વચન સ્વરૂપે : ૧ શ્રદ્ધા અને ૨ સબૂરી. મેં તો આ બંને વચનરૂપી પૈસા તરત જ સમર્પિત કર્યા. એમણે કદી મારી ઉપેક્ષા કરી નથી. હંમેશાં સંકટમાં મારું રક્ષણ કર્યું છે. જેમ કાચબી પોતાનાં બરચાંનું પોષણ માત્ર દૃષ્ટિથી જ કરે છે, તેવી જ રીતે મારા ગુરુની કૃપાદૃષ્ટિ અહર્નિશ મારા પર રહેતી. માટે માતૃશ્રી મારા ગુરુએ મારા કાનમાં મંત્ર ફૂંકયો જ નથી તો હું તમને મંત્રોપદેશ કેવી રીતે કરું? તમે અનન્ય શ્રદ્ધા રાખો. ઉપવાસ કરી શરીરમાંના આત્માને દુ:ખ ન આપો.’ આ ઉપદેશ સાંભળી રાધાબાઇના મનનું સમાધાન થયું. તેમણે શાંત ચિત્તે પારણાં કરી પૂર્ણભાવે બાબાની ભકિત કરી.
યોગસિદ્ધ અવતારી પુરુષ સાઇબાબાને ન તો કોઇ ગુરુની જરૂર હતી, કે ન કોઇ સાધનની. માત્ર પરાપૂર્વથી ચાલતી આવતી ગુરુપરંપરા નિભાવવા અને જિજ્ઞાસુઓને બોધપાઠ આપવા ખાતર જ તેમણે આ પ્રમાણે ગુરુવ્રત આચરી બતાવ્યું. ગુરુસ્થાનની જગ્યાને પવિત્ર રાખવા માટે તેમણે જાતે સીંચન કરીને ‘લેડી બાગ’ ઉછેર્યો. જેમાં તેઓ દરરોજ દિવસમાં બે વાર એકાંતમાં આત્મઘ્યાન માટે જતા. અબ્દુલ્લા બાબા સિવાય આ બગીચામાં જવાની કોઇને છૂટ ન હતી. આમ કરી બાબાએ પોતાના ભકતોને સંદેશ આપ્યો કે ગુરુસ્થાન એટલે કે પોતાનું પૂજાસ્થાન હંમેશાં પવિત્ર રાખવું. ત્યાં કોઇની વધારાની અવરજવર ન થાય તે માટે એકાંત જાળવી બંધ રાખવું. દરરોજ આત્મઘ્યાન કરવાની ટેવ રાખવી. Babani ગુરુસેવા એ ભકતોનાં આત્મજ્ઞાનનાં દ્વાર ખોલવા માટેના બોધરૂપ છે. સમગ્ર જગતની નજરે સાંઇબાબા એક આદર્શ ગુરુસ્વરૂપ છે પરંતુ તેઓએ પોતાને એક શ્રેષ્ઠ શિષ્ય તરીકે પ્રસ્તુત કર્યા હતા! વૈરાગ્યના સર્વોરચ શિખરે તેઓ બિરાજમાન હતા. પોતાના ભકતોના આંતરમનના બગીચાને ખીલેલો રાખવા તથા આંતરિક ચેતનાઓ સતત જાગૃત રાખવા માટે જ બાબા દૃષ્ટાંતરૂપી કાર્ય કરતા રહ્યા!
========================================================
અવધૂત અવતાર સાંઈ - પહેરવેશ તથા નિત્યક્રમ - Courtesy જયેશ રાવલ
સાડા પાંચ ફૂટની કાયા ધરાવતા અવધૂત યોગીરૂપ બાબાનું જીવન નિરાળું હતું. તેમની રહેણીકરણી પ્રાકૃતિક રહેતી. ચલમ, સટકો, ઝોળી અને પતરાના ટમલર સિવાય કોઈ મૂડી બાબા પાસે ન હતી. તેમ છતાં તેમનું જીવનદર્શન ભવ્ય અને વૈભવશાળી ભાસતું હતું. શિરડીમાં પ્રગટ થયા ત્યારે માથે સટકો, શરીરે લાંબી લીલા રંગની કફની, કેડે લુંગી અને લાંબા વધારેલા વાળ રાખતા. તેઓ પહેલવાનો જેવો પોષાક ધારણ કરતાં.
આ સમયે શિરડીમાં મોહયુદ્દીન તંબોળી નામનો કુસ્તીબાજ રહેતો. તે પાનના કરંડિયા લાવી વેચવાનું કામ કરતો. પરંતુ તે જયાં ત્યાં બાબાની નિંદા કર્યા કરતો. ઇ.સ. ૧૮૭૭માં તેણે બાબાના આવા પહેરવેશની સખત ટીકા કરી અને બાબાની સાથે ટંટો કર્યો. બંને વરચે મલ્લકુસ્તી થઈ, બાબા હારી ગયા. તે જ સમયે બાબાએ તેમના શરીર પરનાં તમામ કપડાં ઉતારી ધૂણીમાં નાખી ભસ્મ કરી દીધાં. આ સ્થિતિમાં માધવરાવ ‘શ્યામા’ એ તરત જ માદરપાટની એક સફેદ કફની બાબાને પહેરાવી દીધી અને બાબાને શાંત કર્યા. બસ ત્યારથી બાબાએ કાયમ ખાતે પહેરવેશ બદલી નાખ્યો. આ તંબોળી એ ત્યાર પછી કાયમ ખાતે શિરડી છોડી દીધું.
બાબા માદરપાટની કફની ઘૂંટણથી નીચે સુધી પહેરતા. ૨ વારનો ડબલ સીવેલો સટકો માથે બાંધતા, જેનો છેડો ડાબા કાનથી નીચે ખભા સુધી લટકતો રાખતા. કેડે લુંગી વીંટતા તથા અંદર કોપિન-લંગોટી પહેરતા. બાબાનાં વસ્ત્રો બાલા શિમ્પિ નામનો દરજી સીવતો. જૂનાં પુરાણાં વસ્ત્રો પહેરવામાં જ બાબાને આનંદ આવતો. તેઓ કહેતા ‘અમીરી કરતાં ફકીરી ઉત્તમ છે. ફકીરીની તોલે કોઈ ચીજ ન આવે.’ બાબા કયારેય પગરખાં પહેરતાં નહીં. કંતાનના આસન પર જ બેસતા તથા ઇંટ ઉપર માથું ટેકવીને જ સૂઈ જતા હતા!
બાબાનો રોજિંદો ક્રમ સમયબદ્ધ રીતે ગોઠવાયેલો રહેતો. તેઓ વહેલી પરોઢે બ્રાહ્મમુહૂર્તમાં ઠી દક્ષિણાભિમુખ થઈ ધૂણી પાસે બેસતા. ત્યાર પછી કયારેક શૌચક્રિયા કરી પોતાના હાથે જ સાફ કરી દેતા. એટલામાં ભગોજી શિંદે આવતા. તેઓ બાબાના જમણા હાથનો પાટો છોડીને માલિશ કરતાં. તેમ જ આખા શરીરે ચંપી (મસાજ) કરતાં. પછી ચલમ સળગાવી પ્રથમ બાબાના હાથમાં આપતા. તેઓ થોડા દમ મારી પછી ભગોજીને પીવા આપતાં. આ રીતે ચાર-પાંચ વાર ચલમની આપ - લે થતી. પૂરો કસ લીધા પછી ભાગોજી જતા. આ ભાગોજીને રકતપિત્તનો ચેપી રોગ થયો હતો, છતાં બાબાએ કદી તેની ધૃણા કરી નથી.
પછી નિયમિત ભકત મંડળી આવી સેવાકાર્ય કરતી. જેમાં અબ્દુલ્લા બાબા અને રાધાકૃષ્ણા માઈ મસીદથી લેન્ડીબાગ સુધીનો રસ્તો વાળી સાફ કરતાં. રસ્તા ઉપરથી ઢોર-ઢાંખળ અને બાળકોની અઘાર પણ ઉપાડી લેતાં. તેમના આ કામમાં વામનરાવ પણ સહાય કરતા! ત્યાર પછી બાબા મુખ પક્ષાલન કરતા. હાથ - મોં પર ખૂબ પાણી છાંટી શરીરનું દરેક અંગ સ્વરછ કરતાં. તેમની આ ક્રિયા દર્શનીય રહેતી. બાબા કયારેય દાતણ કરતા નહીં. તેમ જ અઠવાડિયે પંદર દિવસે એકાદ વાર જ પૂર્ણ સ્નાન કરતા. તેઓ કહેતા : ‘મારા જેવા ફકીરને વળી સ્નાનની શી જરૂર?’
આ પછી બાબા જેવા ગાદી પર બેસતા કે તરત જ તમાશાવાળો મહેબૂબ, નાચવાવાળો નથ્થુશા, ભજન કરતાં ઢોંગી મહારાજ, જીવતા વીંછી પહેરેલા હારવાળો, બનાવટી ઘોડાગાડીવાળો, લોટાવાળો, સળગતા કાકડાવાળો અંગરશા ફકીર, નારાયણ લુહારની નાચનારી પ્રેમિકા, માધા શિંદેની રખાત તથા સુંદરી અને ભાગ્યી નામની વેશ્યાઓ આ બધા વારાફરતી આવી પોત-પોતાના ખેલ કરતા. બાબા તેમને ૩૦-૩૫ રૂપિયા રોજ વહેંચતા. આ પછી ફળવાળો આવે એટલે આખો ટોપલો જ ખરીદી લેતા અને તે જાતે કાપી ભકતોને આપતા. લાકડાની ગાડીવાળો આવે એટલે આખું ગાડું જ દ્વારકામાઈના આંગણામાં ઠલાવી દેતા. તેમાંથી જોઈતાં લાકડાં રાખતા, બાકીના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો લઈ જતાં. બાબા કોઈને રોકતા કે ટોકતા નહીં. બાબાના દરબારમાં બધા જ સચવાતા! આ બધો ખેલ સવારે નવ વાગ્યા સુધીમાં પૂરો થઈ જતો.
પછી બાબા નિયત કરેલા પાંચ ધેર ભિક્ષા માંગવા જતા. આવીને થોડું જમતા. બાકીનું કુંડામાં મૂકતા જેમાંથી પશુ-પક્ષી અને ભિખારીઓ પણ ખાતા. પછી બાબા લેન્ડીબાગ જતા. ત્યાં કલાક રોકાઈને પરત આવતા. દિવસમાં ત્રણ વાર બાબાનો દરબાર ભરાતો. ભકતો સાથે બાબા થોડો જ વાર્તાલાપ કરતા. કયારેક બોધ પણ આપતા. બાબા કયારેક લીમડાના ઝાડ નીચે તો કયારેક શિવ વહેરા ઉપર જતા. કોઈક વાર રાહતા કે નીમગામ પણ જતા. કયારેક તકિયાવાળી જગ્યામાં જઈ ભકતો સાથે પગે ધૂધરા બાંધી નૃત્ય પણ કરતાં. તેમના મોંમાંથી સતત ‘અલ્લાહ માલિક’નો શબ્દ ઘ્વનિ ગુંજતો રહેતો. દ્વારકામાઈમાં યોગનિદ્રા જ કરતા. મહાળસાપતિ અને તાત્યા પાટિલ બાબાના શયનખંડના કાયમી સંગાથી હતા. એકાંતરે બાબા ચાવડીમાં સૂવા જતા. અહીં તેઓ એક ઉપર એક એમ ૬૦ જેટલી ચાદરો બિછાવી એકલા જ સૂઈ જતા.
==========================================================
તુલસીથી મળે છે સમૃદ્ધિ - Courtesy ડો. શ્રીકૃષ્ણ
ઘરઆંગણે તુલસી હોવી તે શુકનિયાળ તો છે જ સાથે ધનપ્રાપ્તિ, સ્વાસ્થ્ય અને સુખ સહિત પ્રભુકૃપાનો પણ સૂચક છે. વરસાદની ઋતુ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે આ સમયગાળામાં તુલસીનાં માંજર રોપવા શુભ મનાય છે. આમ પણ તુલસીનાં બીજ વરસાદી પાણીથી અંકુરિત થાય છે, અને છોડ પણ આ જ પાણીથી વિકસે છે. આ દરમિયાન રવિવાર, આઠમ, અમાસના દિવસને બાદ કરીને બાકીના દિવસોએ તુલસીનો છોડ જરૂર રોપવો જોઈએ.
ઘરમાં લોકો મોટા ભાગે કૂંડામાં જ તુલસી રોપે છે, જયારે તુલસી માટે અલગથી કયારો હોવો જોઈએ. વિશાળ કંપાઉન્ડમાં રામ-શ્યામ બંને પ્રકારના તુલસીના છોડ રોપવા જોઈએ. જો તુલસી કયારો ઇશાન ખૂણામાં હોય તો વધુ શુભ ગણાય છે. સાથે એક ધાતુના આસન પર શાલિગ્રામ પણ બિરાજિત કરશો તો વધુ સારું. જયાં પતિ-પત્નીમાં અણબનાવ રહેતો હોય ત્યાં તુલસી નિયમિત શાલિગ્રામને અર્પણ કરવા જોઈએ. આ સંકલ્પ કરવાથી સારું પરિણામ મળે છે. દેવીપુરાણમાં કહ્યું છે કે જયાં તુલસીવન (વૃંદાવન) છે ત્યાં લક્ષ્મીજી અને સરસ્વતીજીની સાથે ભગવાન જનાર્દન સ્વયં બિરાજમાન છે.
ઘરમાં તુલસી કયારો મોટો અને એવી રીતે બનાવો કે તેની નિયમિત પ્રદક્ષિણા કરી શકીએ. કહેવાય છે કે તુલસીની પ્રદક્ષિણાથી સાક્ષાત્ વિષ્ણુની પ્રદક્ષિણા થઈ જાય છે. આનાથી સામાન્ય રોગથી લઈને તણાવ, હતાશા અને કુદૃષ્ટિ જેવી અડચણોનું પણ નિવારણ થાય છે. તુલસીના સેવનથી અને પૂજનથી નિશ્ચિત લાભ આપે છે.
આજકાલ તુલસીની કેટલીક વિવિધ જાતો જેમ કે લીંબુ તુલસી, લવિંગ તુલસી, કપૂર તુલસી, રામ તુલસી, શ્યામ તુલસી, રાધા તુલસી, વન તુલસી, જંગલી તુલસી, ગુલાબ તુલસી, મીઠી તુલસી, હરિ તુલસી, ફ્રેન્ચ તુલસી, વિલાયતી તુલસી વગેરે મળી જાય છે.
......................................… તુલસી મહિમા માટે પુરાણોમાં કહ્યું છે કે દરેકની રક્ષક, વિશ્વાત્મા ભગવાન પુરુષોત્તમ તુલસીમાં પ્રતિષ્ઠા પામેલ છે.
.....................................… દર્શન, સ્પર્શ, નામ-સ્મરણ, ધારણ અને પ્રદાન કરવાથી પણ તુલસી વ્યકિતનાં પાપોને નાશ કરે છે.
....................................… સવારે ઊઠીને સ્નાન કરી તુલસીનાં દર્શન કરે છે તેને દરેક તીર્થની યાત્રાનું ફળ જરૂર મળે છે. જે દિવસે તુલસીનાં દર્શન કરો તે દિવસ શુભ ગણાય છે.
==========================================================