Wednesday, April 23, 2008

Gujarati Reading Material

નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર - Courtesy બાબુભાઈ ભટ્ટ

ચૈત્રસુદ ચૌદસ, નાગરોના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વરનો પ્રાગટયદિન, જેને હાટકેશ્વર જયંતી તરીકે સમસ્ત નાગરજનો ઉત્સાહપૂર્વક ઊજવે છે.

પ્રશ્ન થશે કે સમસ્ત બ્રહ્મણોના ઇષ્ટદેવ ભગવાન શંકર છે ત્યારે નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર કેમ?


સ્કન્દપુરાણના નાગરખંડમાં એની કથા આલેખાયેલી છે. બ્રહ્માજીએ સતીના મૃતદેહ સાથે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર સર્જી રહેલા ભગવાન શંકરના લિંગને પાતાળમાં સોનાથી જડીને સ્થાપના કરી. ત્યારથી એ હાટકેશ્વર ગણાયા. આ હાટકેશ્વરના દર્શન માત્રથી મોક્ષપ્રાપ્ત થાય છે.તેથી વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે ઘોર તપશ્ચર્યા આદરી. શંકરદાદાને પ્રસન્ન કરી અને ભોળાશંભુને પૃથ્વી પર વડનગરમાં પ્રતિષ્ઠિત થવા પ્રાર્થના કરી.

ભગવાને ભકતને સૂચવ્યું કે તું વડનગરમાં હાટકેશ્વરનું મંદિર બંધાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કર, તે લિંગમાં હું પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપીશ. અને આમ નાગરોએ ચિત્રગુપ્તની આગેવાની હેઠળ મંદિર સ્થાપી સોનાના લિંગની સ્થાપના કરી અને વચન આપ્યા મુજબ દેવાધિદેવ હાટકેશ્વર પ્રગટ થયા. આ દિવસ હતો ચૈત્રસુદ ચૌદસનો, ત્યારથી આ દિવસ હાટકેશ્વર જયંતી તરીકે ધામધૂમથી જવાય છે.

જયાં જયાં નાગરો વસતા હોય ત્યાં ત્યાં હાટકેશ્વર ભગવાનની પૂજા અને પાલખીમાં યાત્રા નીકળે છે. જિજ્ઞાસુઓને બીજૉ પ્રશ્ન ઉપસ્થિત થશે કે ગંધર્વરાજ પુષ્યદંતે તો તેની મંજુલ મધુર સ્તુતિમાં શંકર ભગવાનના સ્વરૂપને ‘ચિતાભસ્મ લેપ:’ શરીરે ભભૂત લગાડનાર સાપના આભૂષણ ધારણ કરનાર એવા અલખ નિરંજન વર્ણવ્યા છે, તો એમનું સ્વરૂપ સોનાનું શી રીતે હોઈ શકે?

આમાં વેદોના પ્રકાંડ પંડિત નાગરોના ડા અઘ્યયનનો નિચોડ રહેલો છે. શુકલ યજુર્વેદના ૧૬થી૧૮ અઘ્યાયોમાં શતરુદ્રીય જે રુદ્રી તરીકે પ્રસિદ્ધ છે. તેમાં પાઠ છે. નમો હિરણ્ય બાહવે. નાગરબ્રાહ્મણોને બાહવે શબ્દ ઉપલક્ષણયુકત લાગ્યો હિરણ્ય બાહુવાળા એટલે હિરણ્યમય શરીરવાળા. તેઓએ તારવેલા આ અર્થને મુંડક ઉપનિષદ (૩-૩)નો આધાર મળ્યો. ભગવાન શંકરને નાટકેશ્વર કહ્યા છે તેઓ નાટયવિધાના આધગુરુ છે. નાગરો કહે છે અમે આ નાટયસ્વરૂપને જરૂર નમીએ છીએ પરંતુ તેઓના હાટક-સ્વરૂપની જ અમો ઉપાસના કરીએ છીએ.
***************************************************************************************

મેવાડના મહાદેવ એકલિંગજીદાદા - Courtesy ડો. મીનાક્ષી ઠાકર

સિસોદિયા રાજર્ષિઓના આધપુરુષ બાપા રાવલ એકલિંગજીના વરદાનથી જ મેવાડનું રાજય પામ્યા હતા. આથી ઇ.સ. ૭૨૮માં હારિત ઋષિના કહેવાથી બાપા રાવલે સફેદ આરસપહાણમાંથી આ મંદિર બનાવ્યું હતું

ભારતમાં રહેતા અને વિદેશથી આવનાર પ્રત્યેક પ્રવાસીની મહેરછા સરોવરનગરી ઉદયપુરની મુલાકાત લેવાની હોય છે. તો ઉદયપુરની આસપાસ આવેલા સુરમ્ય પ્રાસાદોને લીધે ઉદયપુર પૂર્વનું વેનિસ ગણાય છે. સ્વપ્નનગરી ઉદયપુરની આસપાસની સૌંદર્યસમૃદ્ધિ સુવર્ણરંગી સૂર્યકિરણોથી દેદીપ્યમાન છે.

તો ઉંચાનીચા વળાંકવાળા પહાડી રસ્તાઓમાંથી એક રસ્તો જાય છે શ્રીનાથદ્વારા. બસ, આ રસ્તે જ ઉદયપુરથી લગભગ ૨૨ કિ.મી. દૂર મેવાડના મહારાણાઓના ઇષ્ટદેવ એકલિંગજીનું ભવ્ય શિવાલય આવેલું છે. અરવલ્લીની ગિરિમાળાઓ વરચે આવેલા એકલિંગજી મહાદેવના મંદિરની નજીક જ ઇન્દ્રસાગર સરોવર આવેલું છે. જયાં અન્ય દેવતાઓનાં પણ મંદિરોનો સમૂહ છે.

પૃષ્ઠભૂમિકા

કહેવાય છે કે સિસોદિયા રાજવંશના આધપુરુષ બાપા રાવલ એકલિંગજીના વરદાનથી જ મેવાડનું રાજય પામ્યા હતા. આથી ઇ.સ. ૭૨૮માં હારિત ઋષિના કહેવાથી બાપા રાવલે સફેદ આરસપહાણમાંથી આ મંદિર બનાવ્યું હતું. તે સમયે શિવાલય બંધાવ્યા બાદ તેના ગર્ભગૃહમાં શ્યામ આરસમાંથી કંડારેલા ચતુર્મુખી શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી મેવાડના મહારાણા પ્રત્યેક સોમવારે શાહી સવારી સાથે ભગવાન એકલિંગજીનાં દર્શને આવે છે અને દબદબાથી ઇષ્ટદેવ એકલિંગજીનું પૂજન કરે છે. મેવાડના રાજઘરાનામાં અકલિંગજી દાદાનો મહિમા અપાર છે.

ત્યારબાદ શક, હૂણ, ફિરંગીઓએ અનેક વખત આ મંદિર ઉપર આક્રમણ કયાô. પરિણામે બહારના પરિસરમાં નુકસાન થયું હતું. પણ મેવાડના વંશજો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર ત્રણ વખત કરવામાં આવ્યો છે. છેલ્લે મહારાણા રાયમલજીએ (ઇ.સ. ૧૪૭૩થી ૧૫૦૯) પંદરમી સદીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારે ફરીથી તેને આરસપહાણમાંથી બનાવ્યું. એકલિંગજીની મૂર્તિનો દેખાવ પ્રથમ જૈન તીર્થંકર આદિનાથની મૂર્તિ જેવો ચતુર્મુખી મૂર્તિ જેવો બનાવવામાં આવ્યો છે. આ મંદિરની આસપાસ ફરતે ૧૦૮ મંદિરો આવેલાં છે. આ બધાં જ મંદિરો દર્શનીય અને સુંદર છે.

મંદિરની સ્થાપત્ય કલા

એકલિંગજીનું શિવાલય દુર્ભેધ કોટ વરચે આવેલું છે. શિવાલય સફેદ આરસપહાણમાંથી નકશીકામ કરી બાંધવામાં આવેલું છે. વરચે અનેક સ્થંભોવાળો ભવ્ય સભામંડપ આવેલો છે. એની ઉપર સુંદર ગગનસ્પર્શી શિખર આવેલું છે. શિવાલયના ગર્ભગૃહમાં ચતુર્મુખી શિવલિંગ છે. મંદિરના ગર્ભગૃહની સામે જ એક ચાંદીના નંદિની સ્થાપના કરવામાં આવી છે.

એક દંતકથા મુજબ તેરમી સદીમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીએ આ મંદિર પર આક્રમણ કરીને નંદિ ઉપર તલવારથી વાર કરતા તેમાંથી અસંખ્ય ભમરા નીકળ્યા હતા જેનાથી અલાઉદ્દીન ખીલજી અને તેની સેનાને ભી પૂંછડીએ ભાગવું પડયું હતું. પરંતુ તેઓ નંદિને (મૂર્તિને) તો નુકસાન કરતા ગયા હતા. પંદરમી સદીમાં જીણર્ોદ્ધાર બાદ નંદિની સરસ ભવ્ય મૂર્તિ ગર્ભગૃહ સામે સ્થાપિત છે.

મૂળમંદિરનાં મુખ્ય દ્વારો કલાત્મક ચાંદીના કોતરકામથી મઢેલાં છે. મંદિરની બહાર આરસપહાણમાંથી મઢેલા બે હાથીઓ ડાબે-જમણે શોભાયમાન છે. મંદિરની પાછળના ભાગે અંબાજી-ગણપતિ તથા મહાકાળીનાં મંદિરો છે.

મંદિરોની આજુબાજુ વંદનીય મંદિરો તેમ જ દર્શનીય સ્થળો છે. જેમાં નવનાથ મંદિર, તુલસીકુંડ પાતાળેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ કુલગુરુઓની સમાધિ, હારિત •ષિની ગુફા, અર્બુદા માતાનું મંદિર, સાસુવહુનું મંદિર, ખુમાણ રાવલ જૈનમંદિર, ખીમજી માતાનું મંદિર, તક્ષક કુંડ વગેરે છે. એકલિંગજીથી ત્રણેક કિલોમીટર દૂર બાપા રાવલનું મંદિર છે.

શિવરાત્રિના દિવસે ભવ્ય મેળો અહીં ભરાય છે. ગામેગામથી એકલિંગજી મહારાજનાં દર્શને લોકો પગપાળા આવતા હોય છે. બ્રહ્મહત્યાના પશ્ચાત્તાપરૂપે ઇન્દ્રરાજાએ અહીં તપશ્ચર્યા કરી હતી. ત્રેતાયુગમાં કામધેનુની પુત્રી નંદિનીએ પણ તપશ્ચર્યા કરી હતી. નાગોના રાજા તક્ષક નાગ પણ રાજા જન્મેજયથી બચવા એકલિંગજીના શરણે આવ્યા હતા.

એકલિંગજી મહાદેવનું સાચ આસપાસના ભાવિકોમાં ભારે છે અને સૌ ભકિતભાવપૂર્વક એકલિંગજી મહાદેવને ભજે છે. આમ, ચતુર્મુખ લિંગની પૂજાથી ભવપાર કરી શકાય તેવી માન્યતા આસપાસના લોકોમાં પ્રવર્તે છે.

***************************************************************************************

ભકત શિરોમણી હનુમાનદાદા - Courtesy પી.એમ. પરમાર

ભકિતના ૯ નવ પ્રકાર છે. અર્ચન, આત્મનિવેદન, કીર્તન,દાસ્ય, પાદ સેવન, વંદન, શ્રવણ, સખ્ય અને સ્મરણ. આ નવેનવ ભકિતનો સુભગ સમન્વય પ્રરછન્ન અને પ્રગટ રીતે પરિપૂર્ણ પામ્યો હોય તેવું વ્યકિતત્વ કોનું છે? એવો પ્રશ્ન કોઈ પૂછી બેસે તો શું જવાબ આપશો? શ્રી હનુમાનજી, હા આપ તદ્દન સાચા છો. આ ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી છે. આ પર્વ નિમિત્તે ચાલો કેસરીનંદનની કથા વાંચી પાવન બનવાનો પવિત્ર પ્રયાસ કરીએ.

હનુમાનજી સદા શ્રીરામની પૂજા કરતા. આત્મ્યનિવેદનમાં હનુમાનજી ઘ્યાનમાં બેસી શ્રીરામ સાથે સંવાદ સાથે તાદાત્મનું અનુસંધાન સતત કરતા, હાથમાં કરતાલ સાથે કીર્તન કરતા, શ્રીરામના તેઓ સાચા અર્થમાં દાસ સદા હતા, રહેતા અને તેમાં જ નિજ ગૌરવ માનતા. ચરણસ્પર્શ કરી ચરણોમાં સ્થાન આપવાની પ્રાર્થના કરતી મુખમુદ્રા અને કરમુદ્રા તો સદૈવ વંદનની જ રાખતા. જયાં જયાં રામકથા હોય છે ત્યાં કોઈપણ સ્વરૂપે હનુમાનજી હાજરાહજૂર હોય છે અને કથા શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરી લે છે. શ્રીરામના તેઓ પરમ સખા છે, અને સતત શ્રીરામનું રટણ, સ્મરમ હૈયે રાખે છે. આ રીતે નવેનવ ભકિતનો સુભગ, સુંદર, સચોટ સમન્વયનું શ્રેષ્ઠ પ્રતીક એટલે : શ્રી હનુમાનજી.

શ્રી હનુમાનજીના જન્મ અંગે પણ રોચક દંતકથાઓ પ્રચલિત છે જે પૈકી એક દંતકથા મુજબ અપ્સરાઓમાં શ્રેષ્ઠ અપ્સરા પુંજિકસ્થલી કોઈ ઋષિના શાપથી મહાત્મા કુંજરકપિને ત્યાં વાનરીરૂપે જન્મી જેનું નામ અંજના પડયું (શ્રી વાલ્મીકિ રામાયણ : સસ્તુ સાહિત્ય : સર્ગ-૬૬ પાન : ૬૩૦) જેમનું લગ્ન કેસરીવાનર સાથે થયું. જયાં એક વખત અંજનાના રૂપથી અંજાઈને પવનદેવ-વાયુદેવતા ખૂબ જ આકર્ષિત થયા અને સ્ખલિત થયા. તેનાથી જે પુત્રનો જન્મ થયો તે જ આપણા પવનપુત્ર હનુમાન. હનુમાનજી કેસરીવાનરના ક્ષેત્રજ અને પવનદેવના ઔરસપુત્ર મનાયા.

જન્મ વિષેની દંતકથાઓ જેટલી રોચક છે તેવી જ પરાક્રમ કથાઓ પણ આપણને રૂવે રૂવે રોમાંચિત કરી દે તેવી છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી એ ચરિતાર્થ કર્યું. ગતા સૂરજને ખાવાનું ફળ માની ડયા. સૂર્યનો ગ્રાસ કરી જશે તેવા ભયે ઇન્દ્રે વજ્રનો ઘા કર્યો. ડાબું જડબું છૂંદાઈ ગયું હતું. એટલે જડબું (દાઢી), માન એટલે ભંગ થવું, માનભંગ થયા એટલે નામ હનુમાન પડયું. આ આખો પ્રસંગ તો ખૂબ જ જાણીતો છે.

આ વખતે અસંખ્ય દેવોએ ઘણાં પ્રકારનાં વરદાનો પ્રદાન કર્યા. તેઓનું શરીર વજ્ર જેવું બન્યું. વજ્રાંગી કહેવાયા. આનું અપભ્રંશ થઈ ગયું. બજરંગ-બજરંગી બોલો જય બજરંગ બલિકી જય. હનુમાનજીનાં નામો જેટલી જ તેમના સ્વરૂપની પણ વિવિધતા આંખે ડીને વળગે તેવી છે.

રામ-લક્ષ્મણને ખભે બેસાડતા હનુમાન, એક હાથમાં ચંદ્ર અને દ્રોણ નામના ઔષધિયુકત પર્વતો લઈને ડતા હનુમાન, છાતી ચીરીને હૃદયમાં સીતારામ દેખાડી દેતા હનુમાન, હાથમાં કરતાલ ધારણ કરી કીર્તન કરતા હનુમાન, પલાંઠી વાળીને સફેદ વાળથી અનુભવસિદ્ધ યોગીમુદ્રામાં ઘ્યાનસ્થ હનુમાન, રામ-લક્ષ્મણ-સીતાજી, ભરત,શત્રુધ્ન-સાથે પંચાયતન સભા સમક્ષ ગદા સાથે એક પગે ઉભડક મુદ્રામાં સૌનું ઘ્યાન ખેંચતા હનુમાન, માત્ર ખભે ગદા સાથે પ્રચંડ કાયામાં ઉભા રહીને મલકાતા હનુમાન, શ્રી હનુમાનજી સુંદર છે.

રામાયણમાંથી સુંદરકાંડ કાઢી લો તો શું બચે? રામાયણમાંથી માત્ર હનુમાનજી કાઢી લો તો શું બચે? હનુમાનજીનાં સુંદર સ્થાનકો સર્વત્ર છે. પરંતુ કેટલાંક તો ખૂબ જ પ્રસિદ્ધ છે. અંગ્રેજ સલ્તનતને પણ પોતાનો પરચો દેખાડનારા અમદાવાદ ખાતેના કેમ્પના હનુમાનજી, સાળંગપુર ખાતેના પ્રસિદ્ધ અને ભૂતપ્રેત વળગાડને ત્વરિત ભગાડનારા હનુમાનજી, ગાંધીનગર પાસે આવેલ વાસણિયા મહાદેવની સન્મુખ ચોકીપહેરો ભરતા ૫૧ ફૂટ ચા દેદીપ્યમાન જાજરમાન હનુમાનજી મુખ્ય છે.

જયારે ભારતભરમાં આવાં ઘ્યાનાકર્ષક એવાં ઘણાં હનુમાનજીનાં મંદિરો છે જયાં માનવજાત પોતાનાં દુ:ખ દૂર કરવા હોંશે પહોંચી જાય છે અને શ્રદ્ધાથી સર્વસ્વ જીવન ધન્ય બનાવવા આ સંકટમોચન હનુમાનદાદાના ચરણોમાં આળોટી સુખ સમૃદ્ધિને પામી ધન્ય બને છે.
************************************************************************************
રઘુપતિ રાઘવ રાજારામ - Courtesy ભકિત વિનોદદાસ

અયોઘ્યાના રાજા દશરથ અને તેમનાં મુખ્ય પટરાણી (ધર્મપત્ની) કૌશલ્યાને વાત્સલ્ય ભાવરૂપી સેવાભકિતનો દિવ્યાનંદ અર્પવા તેમને પિતા અને માતા તરીકે નિમિત્ત બનાવીને ભગવાન શ્રીરામચંદ્રજીનું પ્રાગટય થયું હતું. પવિત્ર ચૈત્રમાસ શુકલ (સુદ) પક્ષની નવમી તિથિએ દિવસે મઘ્યાહ્નકાળે (લગભગ બાર વાગે) ભગવાન શ્રીરામ રાણી કૌશલ્યા અને રાજા દશરથના મહાન પુત્ર તરીકે અવતર્યા હતા. માટે જ ચૈત્ર સુદ નવમીને રામનવમી તરીકે ઓળખવામાં આવે છે.

મનુષ્યાકૃતિમાં અવતરીને ભગવાન શ્રીરામ દરેક મનુષ્યના માટે વૈદિક સદાચાર (મર્યાદા)નો આદર્શ સ્થાપે છે. તેથી તેઓ સ્વયં એક આદર્શ રાજા, ભાઈ, પુત્ર, પતિ, પિતા, મિત્ર ઇત્યાદિ તરીકેની યોગ્યતાઓથી યુકત ભૂમિકામાં પોતાને (રજૂ) કરે છે. અત: એક આદર્શ- રાજા, ભાઈ, પુત્ર, પતિ, પ્રજાપાલકપિતા, મિત્ર ઇત્યાદિ વૈદિક સનાતન ધર્માનાં શાસ્ત્રીય નિર્દેશનો અનુસાર કેવો હોવો જોઈએ તે બધું જ ભગવાન શ્રીરામનું જીવન-કવન, કથન, વર્તનનો વૈદિક આધાર લઈને અમે ક્રમિક રીતે વર્ણવવાનો શાસ્ત્રીય પ્રયત્ન કર્યોછે.

શ્રીરામ એક આદર્શ રાજા

ચાણકય પંડિત તેમના નીતિશાસ્ત્રમાં જણાવે છે કે યથા રાજા તથા પ્રજા અર્થાત્ જેવો રાજા (લોકનેતા) હોય તેવી પ્રજા (નાગરિકો)નું માનસ ઘડતર થાય છે. પ્રજા રાજાને જ અનુસરતી હોય છે. પુરાણોમાં વર્ણન છે કે અવધનરેશ ભગવાન શ્રીરામના રાજયકાળમાં પ્રજા અત્યંત સુખી, શાંત અને સમૃદ્ધ હતી. લોકો રાત્રે તાળાં વિના ઉઘાડાં ઘર રાખીને નિિશ્ચત નિદ્રામાં શયન કરતા હતા. છતાંય રામરાજય દરમિયાન નગરોમાં કોઈ જ ચોરી, લૂંટફાટનાં દૂષણ નહોતાં. ચોરો જ નહોતા, તો ચોરી કયાંથી હોય? બ્રાહ્મણો, વૈશ્યો, શુદ્રો પોતપોતાના વણાર્શ્રમધર્મનું પાલન કરતા હતા. તેથી વર્ણસંકર પ્રજા બિલકુલ નહોતી. પિતાના અવસાન પહેલાં પુત્રનું અકાળે મૃત્યુ નહોતું થતું. લોકો અકાળે વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત નહોતા થતા. રાજારામ તરફથી પ્રજા પ્રત્યેના કરવેરા પ્રમાણસર રહેતા.

શ્રીરામ એક આદર્શ ભાઈ

બાળપણથી જ ભગવાન શ્રીરામ તેમના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન પ્રત્યે વિશેષ સ્નેહ અને આત્મીયતા રાખતા હતા. તેઓ ઘણી વખત રમતમાં પોતે હારી જતા અને અન્ય ભાઈઓને જિતાડવાનો પ્રયત્ન રાખતા.

જે દિવસે સવારે રાજયભિષેક થવાનો હતો તે દિવસની આગલી રાત્રિએ કૈકેયીએ કૂટનીતિથી દશરથજીને વિવશ કર્યા હતા કે તેઓ થકી કૌશલ્યાનંદન શ્રીરામના રાજયભિષેકનો કાર્યક્રમ બંધ રાખીને તેમને ચૌદ વર્ષનો વનવાસ આપવામાં આવે, અને પોતાના પુત્ર ભરતને અયોઘ્યાના પાટવી રાજા બનાવવામાં આવે.

જયારે રાજયાભિષેકની સવારે શ્રીરામે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ લગીરેય દુ:ખ પ્રગટ કર્યા વિના અત્યંત પ્રસન્ન થયા. અત: તેમને સત્વરે ભરતના માટે રાજયાભિષેકનો ત્યાગ કર્યો, વલ્કતવસ્ત્રો ધારણ કર્યા તથા અયોઘ્યા ત્યજીને ચૌદ વર્ષનો દુ:ખમય વનવાસ સ્વીકાર્યો. લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નને પણ મોટાભાઈ શ્રીરામ પ્રત્યે અપાર લગાવ, આદર, સેવાભાવ ઇત્યાદિ હતાં.

શ્રીરામ આદર્શ પુત્ર તરીકે

માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા સુખોપભોગનો આત્યંતિક ત્યાગ કરીને એક આજ્ઞાપાલક પુત્ર તરીકે શ્રીરામનું વ્યકિતત્વ સમગ્ર માનવજાતના હૃદયને સ્પર્શી જાય તેવું છે. દરેક માતા-પિતા ઇરછતાં હોય છે કે પોતાનો પુત્ર ભગવાન શ્રીરામના જેવો આજ્ઞાપાલક, નમ્ર, આસ્તિક, સદાચાર જેવા સદ્ગુણોથી યુકત હોય.

શ્રીરામ આદર્શ પતિ તરીકે

શ્રીરામ સૂર્યવંશી ક્ષત્રિય રાજકુમાર હોવા છતાંય તેમણે માત્ર એક પત્નીવ્રતનું પાલન કર્યું હતું. તે ઇરછે તો અન્ય રાજકુમારીઓ સાથે વિવાહ કરી શકતા હતા, પરંતુ વૈદિક સદાચાર, સંયમાદિનો આદર્શ સ્થાપવા તેમને મહારાજ જનકનાં સુપુત્રી સીતાદેવી સાથે વૈદિક વિધિથી પાણીગ્રહણ કરીને વિવાહિત સંબંત સ્થાપ્યો હતો. આપણે જૉઈ શકીએ કે સભ્ય માનવ સમાજમાં આદર્શ પતિ-પત્નીના સંબંધો સ્થાપવા અર્થે શ્રીરામ અને સીતાજીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. સીતાજી અને રામ એકબીજામાં અનન્ય પ્રેમ, સેવા, સંભાળ રાખવા પ્રત્યે વિશેષજ્ઞાત હતાં.

વનવાસ દરમિયાન લંકાનો દુષ્ટ રાક્ષસ રાવણ જયારે રામ- લક્ષ્મણની ગેરહાજરીમાં કપટવેશ સજીને સીતાજીનું બળપૂર્વક હરણ કરી ગયો ત્યારે શ્રીરામજીએ દુર્ગમ પહાડો-પર્વતો, જગંલો અને અંતે સમુદ્ર પણ સેતુ થકી ઓળંગીને અનેક સંકટો વેઠીને પોતાની નિષ્ઠાવાન પતિવ્રતા પત્ની માટે લંકામાં જઈને સત્વરે શોધખોળ આદરી હતી. જયારે વાનરરાજ સુગ્રીવે શ્રીરામને સમાચાર આપ્યા કે લંકેશ રાવણ સીતાજીનું અપહરણ કરી ગયો છે ત્યારે શ્રીરામજી યેનકેન પ્રકારે લંકામાં પહોંચી ગયા. પછીથી તો રામરાવણનું ભયંકર યુદ્ધ આરંભાયું.

યુદ્ધમાં શ્રીરામનો વિજય થયો અને તેમણે સીતાજીને હેમખેમ પરત મેળવ્યાં. પોતાની આદર્શ પતિવ્રતા પત્નીનો સ્પર્શ કરનાર દુષ્ટ રાવણનો શ્રીરામે યુદ્ધ કરીને વિરછેદ કરી નાખ્યો. આ રીતે ભગવાન શ્રીરામ એક જવાબદારીવાળા આદર્શ ગૃહસ્થ પતિ કહેવાય.

શ્રીરામ આદર્શ મિત્ર તરીકે

ભીલોના રાજા ગૂહ, વાનરરાજ સુગ્રીવ અને રાક્ષસ કૂળમાં જન્મેલાં મહાન સંત વિભિષણની સાથે ભગવાન શ્રીરામની મિત્રતા અજૉડ હતી. મિત્રબંધુઓનું દુ:ખ તેઓ પોતાનું દુ:ખ સમજતા હતા. સુગ્રીવ જેવા નમ્ર, ભોળા તથા દાસ્યભકિતયુકત મિત્ર માટે વાલિ જેવા દુષ્ટ સ્વભાવવાળા વાનરનો પણ ભગવાન શ્રીરામે વધ કર્યોહતો.

દુષ્ટ સ્વભાવવાળા રાવણે તેના ભાઈ વિભિષણને જયારે લંકામાંથી જાકારો આપ્યો ત્યારે વિભિષણજીએ પ્રભુશ્રીરામની શરણાગતિ લીધી. ભગવાન શ્રીરામે વિભિષણને હાર્દિક આશ્વાસન આપીને પોતાના બંધુની જેમ સંરક્ષણ આપ્યું. ભીલોનો રાજા ગૂહ એકદમ પછાત સ્થિતિમાં જન્મેલો હોવા છતાંય ભગવાને તેની સાથે આત્મીય મિત્રતાનું સ્થાપન કર્યું.

આ રીતે મર્યાદા પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રીરામનું પ્રાગટય અને વ્યકિતત્વ સાધારણ મનુષ્ય જેવું, ઉત્તમ આર્ય મનુષ્ય જેવું અને સાધારણ પરમેશ્વરની જેમ જણાય છે. અંતે દરેક મનુષ્ય વર્તમાન જીવનમાં જ પ્રભુશ્રીરામની સેવાભકિતમાં પોતાનું આત્મસમર્પણ કરે તેવી શુભકામના સહ.
************************************************************************************
મનોકામના પૂર્ણ કરનારી કામદા એકાદશી - Courtesy જયેશ રાવલ

આ એકાદશી કરવાથી લલિત શાપમુકત થઈ પોતાના અસલ ગંધર્વ સ્વરૂપમાં શોભાયમાન થયો હતો

ચૈત્ર સુદ-૧૧ને ‘કામદા એકાદશી’ કહેવામાં આવે છે. આજના દિવસે પરમાત્મા વિષ્ણુની ભગવાન વાસુદેવ સ્વરૂપે પૂજા કરવાનું તથા લવિંગનું નૈવેધ ધરાવવાનું વિધાન છે. દિવસભર ઉપવાસ કરી રાત્રી જાગરણ કરવું. રાત્રે ભગવાન સમીપ ગીતાપાઠ અને વિષ્ણુ સહસ્ત્રનામનું વાંચન કરવું. બીજા દિવસે બ્રહ્મભજન કરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપવી. ત્યારબાદ પોતે ભોજન કરવું. ભગવાન શ્રીકૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વરચે થયેલા સંવાદરૂપે કામદા એકાદશીની કથાનું નિરુપણ પુરાણોમાં કરવામાં આવ્યું છે.

નાગલોકની આ કથા છે. જયાં પુંડરીક નામનો નાગરાજ રાજય કરતો હતો. તેમના દરબારમાં કિન્નરો, ગંધર્વ અને અપ્સરા નાચગાન કરતી હતી. એક વખત લલિત નામના ગંધર્વ નૃત્યગાન કરી રહ્યા હતો ત્યારે અચાનક જ તેને પોતાની અપ્સરા જેવા રૂપવાળી પત્ની લલિતાની યાદ આવી ગઈ. આથી તેનો સ્વર અને તાલ વિકòત થવા લાગ્યા. તેની આ ત્રુટિને પ્રતિસ્પધ એવા કર્કોટક નામના નાગે રાજા પુંડરીકના ઘ્યાને લાવી દીધી. આથી રાજાને લલિતના આવા ગાનથી રાજદરબારનું ગૌરવ હણાતું લાગ્યું. તેથી તેમણે ક્રોધિત થઈને લલિતને તત્ક્ષણ જ રાક્ષસ યોનિમાં જવાનો શાપ આપ્યો. આ સુંદર ગંધર્વ તરત જ રાક્ષસ જેવો વિકૃત દેહધારી બની ગયો. જેની જાણ થતાં પત્ની લલિતા પણ ખૂબ દુ:ખી થતી ત્યાં આવી અને બંને જણે સાથે જ ચાલવા માંડયું.

રાજાના શાપથી શાપિત થઈને રાક્ષસરૂપે જંગલમાં ભટકતો આ ગંધર્વ અને તેની પત્ની લલિતા ફરતાં ફરતાં એક દિવસ વિંઘ્યાચળ પર્વત ઉપર ઋષ્યમૂક ઋષિના આશ્રમમાં આવ્યાં. લલિતાએ ઋષિમુનિ સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. આથી ઋષિએ તેણીને ‘કામદા એકાદશી’નું વ્રત કરવા સલાહ આપી. લલિતાએ વિધિવત્ અને શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કર્યું. રાત્રી જાગરણ કર્યું. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ીંર્થં ર્પશ્વષ‡દ ફુરષદ ર્ફ઼ંર્પષશ્વષ‡ષ સશ્િઠષદ ક્રા ફ્રફ઼સત્ર્ઠષદ •ાદ્ભણૂ‡ષષદ ર્ફ઼ંસર‹ફષદ ીંર્થં ીંથ:ણ્

આ મંત્રથી ભગવાન વાસુદેવ હરિનું પૂજન કરી પોતે પારણાં કર્યા. પછી ભગવાન સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી- ‘મેં જે આ કામદા એકાદશીના ઉપવાસનું વ્રત કર્યું છે, તેનું પુણ્ય મારા પતિને પ્રાપ્ત થાઓ.’

આ રીતે સંકલ્પ કરતાં જ લલિત શાપથી મુકત થયો અને પોતાના અસલ ગંધર્વ સ્વરૂપમાં શોભાયમાન થવા લાગ્યો.

આમ, કામદા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યનાં બધાં પાપોનો નાશ થાય છે. ભોગ અને મોક્ષ પ્રદાન થાય છે. અવિવાહિત કન્યાઓને મનવાંછિત વર પ્રાપ્ત થાય છે. પોતાની મનોકામના પૂર્ણ થાય છે. ‘ૌ ીંર્થં તફ઼રઠુ રષળéફુરષદા’નો મંત્રજાપ પરમ કલ્યાણકારી ગણાય છે.
***********************************************************************************

સકળ કર્મનો શ્રેય કરી મોક્ષ પામેલા મહાવીર સ્વામી - Courtesy Bina Shah

સંખ્ય વર્ષોની ગણતરીનો એક જ માપનો ‘ઉત્સર્પિણી’ અને ‘અવસર્પિણી’નામનો એક મહાકાળ જૈન ધર્મે દર્શાવ્યો છે. ભારતભૂમિ પર આ મહાકાળમાં યથાકાળે ૨૪ તીર્થંકરો જન્મ્યા છે. તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ થતા સકળ કર્મનો શ્રેય કરી મોક્ષ સ્થાને પહોંચે છે અને પોતાનું અંતિમ ઘ્યેય સિદ્ધ કરે છે. આવા સિદ્ધાત્માને જૈનધર્મમાં ‘તીર્થંકર’, ‘વીતરાગ’, ‘અરિહંત’ના નામે ઓળખવામાં આવે છે.

જૈન દર્શનમાં ભગવાન કે ઇશ્વર થવાનો અધિકાર એક જ વ્યકિતને નહીં પણ અનેક વિશિષ્ઠ વ્યકિતઓને આપવામાં આવ્યો છે અને તેનો યથાયોગ્ય ઉપયોગ માનવદેહ દ્વારા જ થઇ શકે છે. રયવન કલ્યાણક: ભગવાન શ્રી મહાવીર જે ગત. ૨૬માં ભવમાં ઊઘ્ર્વાકાશમાં અસંખ્ય ગાઉ દૂર વૈમાનિક નિકાયના ‘પ્રાણત’ કલ્પમાં દેવ તરીકે હતા.

ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતા ૨૭માં ભવમાં ભારતની પૂર્વદિશામાં આવેલી વૈશાલી નગરીના ઉપનગર બ્રાહ્મણકુંડના બ્રાહ્મણ ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા અવતર્યા. પૂર્વે કરેલા કુળના અભિમાનના કારણે તેઓને બ્રાહ્મણકુળમાં અવતરવું પડયું. મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની.

તીર્થંકરો જેવી વ્યકિતઓ માટે નિયમ એવો છે કે અંતિમ ભવમાં ઉરચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિકુળ વંશમાં જ જન્મ લે. દેવલોકના ઇન્દ્રએ અવધિજ્ઞાનથી આ ઘટનાને જૉતા તેઓએ ક્ષત્રિયકુળનું યોગ્ય સ્થાન નક્કી કરી.

હરિ-ણ્ૈગમેષી દેવ દ્વારા ગર્ભપરાવર્તનનો આદેશ આપી દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને ક્ષત્રિયકુંડ ગામના રાજા સિદ્ધાર્થની પત્ની ક્ષત્રિયાણી ત્રિશલાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. આને ગર્ભાપહરણની ઘટના કહેવામાં આવે છે. કરોડો વર્ષે બનતી આ એક આશ્ચર્યજનક ઘટના છે.ત્રિશલારાણીના ગર્ભમાં સ્થાપિત થયા બાદ માતા ત્રિશલા મઘ્યરાત્રિએ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. તેનો ફળાદેશ એ હતો કે તેઓ તીર્થંકર જેવા મહાપુરુષની માતા બનવાના છે અને આમ તેઓ ‘વિશ્વમાતા’નું બિરુદ’ પામ્યાં.

જન્મ કલ્યાણક: વિ.સંવત ૫૮૦ અને ઇ.સ. પૂર્વે ૬૩૬ વર્ષની ચૈત્ર સુદ ૧૩(તેરસ)ની મઘ્યરાત્રિએ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ વિશ્વોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો. ત્રણે લોકમાં (સ્વર્ગ, પાતાળ, મૃત્યુ) દિવ્ય પ્રકાશ પથરાઇ ગયો. દેવદેવીઓએ મહોત્સવ કરી ગુણગાનથી સ્તવના કરી ભગવાનને મેરુપર્વત પર લાવીને સ્નાનાભિષેક કર્યો.

ત્યાર પછી માતાપિતાએ જન્મોત્સવ ઊજવ્યો. સર્વત્ર ધનધાન્યની વૃદ્ધિ થવાથી ગુણનિષ્પન નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું. બાળ વર્ધમાનની નિર્ભયતા અને નીડરતાના અનેક પ્રસંગોએ પ્રભુ વર્ધમાનને લોકો ‘મહાવીર’ કહેવા લાગ્યા.

આઠ વર્ષથી અઠ્ઠાવીસ વર્ષ સુધીમાં મહાવીર પ્રભુના જીવનના મુખ્ય પ્રસંગોમાં યશોદા સાથે પાણિગ્રહણ, પ્રિયદર્શના પુત્રીનો જન્મ તથા તેઓનાં માતાપિતાનો સ્વર્ગવાસ વગેરે હકીકતો સંપન્ન છે. ગૃહાસ્થાશ્રમને તિલાંજલિ આપી એમણે મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. તેઓએ સાધુધર્મનો સ્વીકાર કરવા માટે વિનયપૂર્વક મોટાભાઇ પાસે સંમતિ માંગી.

પરંતુ મોટાભાઇએ માતાપિતાના વિયોગના તાજા દુ:ખમાં વધારો ન કરવા નમ્રતાપૂર્વક બે વર્ષ રોકાઇ જવા વિનંતી કરી. પ્રભુએ તેનો આદરથી સ્વીકાર કર્યો. એક મહાન વિભૂતિ પોતાના વડીલબંધુની આજ્ઞાને શિરોધાર્ય કરે છે.

મોટાભાઇ નંદિવર્ધનની વિનંતીથી તેઓ ગૃહસ્થવેશમાં સંયમી જીવન જીવ્યા. દીક્ષા સ્વીકારવાનો સમય નજીક આવ્યો ત્યારે નવલોકાન્તિક દેવો પ્રભુ મહાવીર પાસે આવી પહોંચે છે અને વિશ્વનાં સુખ-શાંતિ અને કલ્યાણને આપનારા ધર્મતીર્થની શીધ્ર સ્થાપના કરો એવી વિનંતી કરે છે.

તીર્થંકરો માટે એક નિયમ છે કે ગૃહવાસનો સર્વથા ત્યાગ કરે તે પહેલાં એક વર્ષ પર્યંત એટલે કે દીક્ષાના દિવસ સુધી દાનનો વરસાદ વરસાવ્યા બાદ જ તેઓ દીક્ષા એટલે કે સંયમી જીવનનો સ્વીકાર કરે. આ દાનમાં સુવર્ણ, ધન, ઝવેરાત, વસ્ત્રાલંકાર વગેરે ઘણું ઘણું હોય છે. આમ લાખો લોકોનાં દુ:ખ-દારિદ્ર દૂર કરી તેઓ ત્યાગી બનવાના પંથે પ્રયાણ કરે છે.

દીક્ષા કલ્યાણક: વિજય મુહૂર્તે શરૂ થયેલી દીક્ષાની ધૂમધામથી સાતખંડ વનમાં ઉજવણી કરવામાં આવી. પ્રભુએ પહેરેલાં વસ્ત્રાલંકારો સ્વયં ઉતારી દીધાં. અશોક વૃક્ષની નીચે હજારોની જનમેદની વરચે દીક્ષાની પ્રતિજ્ઞા લીધી. પછી પોતાના બંને હાથોથી પંચમુષ્ઠિ લોચ કર્યો.

ચાર મુષ્ઠિથી મસ્તક પરના કેશ અને એક મુષ્ઠિથી દાઢી-મૂછના કેશ ખેંચી દૂર કર્યા. સર્વ પાપના ત્યાગરૂપ સામાયિકનો સાધુધર્મનો યાવજજીવ સ્વીકાર કર્યો. તે ક્ષણે પ્રભુએ નવાં કર્મોને રોકવા અને જૂનાં કર્મોનો ક્ષય કરવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને ગ્રહણ કર્યા. એ વખતે તેઓને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન પ્રાપ્ત થયું.

સાધનાના માર્ગમાં આગળ વધવા કર્મનાં આવરણોનો ક્ષય કરી સિદ્ધિના શિખરે પહોંચવા પ્રભુનો આત્મા ઉગ્ર તપ સંયમ ધર્મની આરાધનામાં રત રહેવા લાગ્યો. કર્મનો બંધ આત્મા સાથે કેવી રીતે થાય છે તે પ્રભુ મહાવીરે વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે. જયારે કોઇ આત્મા રાગદ્વેષ વગેરે વિભાવને લીધે અથવા આ કાર્ય હું કરું છું એવા કર્તાભાવથી કર્મ કરે છે ત્યારે એ કર્મના પુદગલોમાં રાગદ્વેષ વગેરેને લીધે સ્પંદનો થઇ શકિત ઉત્પન્ન થાય છે. તેથી તે કર્મના પુદગલો આવરણરૂપે આત્મા સાથે જૉડાઈ જતા કર્મનો બંધ પડે છે તેથી જૉ કોઇ પણ કાર્ય રાગ કે દ્વેષ વિના અથવા કર્તાભાવ વિના કરવામાં આવે તો કર્મનો બંધ થતો નથી.

સુખ આવે ત્યારે આનંદિત થયા વિના અને દુ:ખ આવે ત્યારે વિચલિત થયા વિના જૉ નિર્લેપતાથી ‘કર્મ’ નછૂટકે કરવું પડે છે. તેવી ભાવના થાય તો કર્મબંધ થતો નથી. પ્રભુએ ઓછામાં ઓછા બે ઉપવાસથી લઇને છ-છ મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરી અનેક નિર્જન સ્થાનો, વનો, ઉધાનોમાં તેઓ ઘ્યાનસ્થ રહ્યા. દેવો, મનુષ્યો દ્વારા થયેલા ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરી સાડા બાર વર્ષની સાધનાને અંતે તેઓ ધર્મઘ્યાનની પરાકાષ્ઠાએ પહોંરયા.

કેવળજ્ઞાન કલ્યાણક: ઋજુવાલિકા નદીના કિનારે શાલવૃક્ષની નીચે સૂર્યના આતપમાં ગોદોહિકાસને બેસીને શુકલઘ્યાનમાં પ્રવેશ કર્યો. અનુક્રમે તેઓએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો.

અને પાંચમું કેવળજ્ઞાન વૈશાખ સુદ દશમના ચોથા પ્રહરમાં પ્રભુને પ્રાપ્ત થયું ત્રણેય કાળના સૂક્ષ્મ કે સ્થૂળ, ગુપ્ત કે પ્રગટ, જડ કે ચેતન પદાર્થોઅને તેના પર્યાયોને પ્રત્યક્ષ રીતે જૉવા અને જાણવાવાળા તેઓ થયા. અઢાર દોષથી રહિત થતા ‘અરિહંત’ બન્યા. ત્રણેય લોકમાં પૂજનીય બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત થતા જ ઇન્દ્રાદિક દેવો ચોથા કલ્યાણકની ઉજવણી કરવા આવી પહોંરયા.

ભગવાનને વંદન કરી તેઓના પ્રવચન માટે સમવસરણની રચના કરી. પ્રવચન સભા કે ધર્મ સભાને જૈન પરિભાષામાં ‘સમવસરણ’ કહેવામાં આવે છે. આ સમવસરણમાં દેવો, મનુષ્યો, પશુપંખીઓ બધા જ પ્રવચન સાંભળવા આવે છે. ભગવાનના વિશિષ્ઠ અતિશયને લીધે પ્રભુની વાણી દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય છે. સુવર્ણકમળ પર બેસીને પ્રભુ રોેજ બે વખત છ-છ કલાકનાં પ્રવચનો આપે છે. હજારો હૈયાઓ પ્રવચનોના શ્રવણથી ધર્મભાવનાથી તરબોળ બન્યા. દીક્ષિત બન્યાં. એમાં ઇન્દ્રભૂતિ ગૌતમ ૪૪૦૦ શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત બન્યા. પ્રભુએ ઇન્દ્રભૂતિ ગૌતમને આશીર્વાદ આપી ગણધર પદે સ્થાપિત કર્યા.

નિર્વાણ કલ્યાણક: પાવાપુરીમાં ૪૮ કલાકની (૧૬ પ્રહરની) પ્રભુની અંતિમ દેશના પ્રભુએ અનેક દેશમાં પગપાળા વિહાર કર્યોઅને ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં શ્રીમંતો, ગરીબો, રાજા મહારાજાઓ, રાજકુમારો જેવા અનેક જીવોને દીક્ષા આપી. લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા પ્રભુ આશાપુરી (પાવાપુરી) પધાર્યા. તેઓનું કેવળજ્ઞાનનું ૩૦મું વર્ષ, દીક્ષાનું ૪૨મું વર્ષ અને જન્મનું ૭૨મું વર્ષ હતું.

ચોમાસાનો ચોથો મહિનો આસો વદ અમાવસ્યાએ પોતાનું નિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જળ ઉપવાસ કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. પ્રવચન સભામાં ચારે નિકાયના દેવો, ચતુર્વિધ શ્રી સંઘ, કાશી કૌશલ દેશના ગણરાજાઓ અને અન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો.

અમાવસ્યાની પાછલી ચાર ઘડી બાકી રહી ત્યારે ૪૮ કલાકની અવિરત ચાલી રહેલી દેશના પૂરી થતાં જ પ્રભુનો આત્મા શરીર ત્યજી, વેદનીય ચાર અઘાતી કર્મોનો ક્ષય થતા આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊઘ્ર્વકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુકિતસ્થાનમાં એક જ સમયમાં પહોંચી જયોતિમાં જયોતિરૂપે ભળી જાય છે. તેઓ જન્મમરણથી સર્વથા મુકત બન્યા. નિર્વાણ સમયે કાશીના રાજાઓ ઉપસ્થિત હતા.

તેમણે ભાવ પ્રકાશ અસ્ત થતા દિવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ પ્રગટયા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિ પામ્યો અને દેશભરમાં દીપાવલી પર્વ તરીકે ખ્યાતિ પામ્યો. ઇન્દ્રદેવો આ પાંચમું નિર્વાણ કલ્યાણક ઊજવવા પાવાપુરી પહોંરયા. ત્યારથી આ પાવનભૂમિ પાવાપુરીમાં જૈનો પ્રભુના નિર્વાણ કલ્યાણકની ખૂબ ભાવથી સ્પર્શના કરે છે.

ક્ષમાસાગર પ્રભુ મહાવીરના ઉપદેશનો ટૂંકો સાર એ છે કે જૉ તમારે તમારો સર્વાગી વિકાસ સાધવો હોય તો આચારમાં સર્વ હિતકારિણી અહિંસાને, વિચારમાં સંઘર્ષ નિવારક અનેકાન્તના સિદ્ધાંતને અને તહેવારમાં સંકલેશનાશક અપરિગ્રહવાદને મનથી, વચનથી અને કાર્યથી અપનાવો. આ વિચારધારાથી વ્યકિતના જીવનમાં વિશ્વબંધુત્વ, મૈત્રીની ભાવના, સમન્વયવાદી ¼ષ્ટિ અને ત્યાગ-વૈરાગ્યના આદર્શોજીવંત બનશે.

***********************************************************************************
વર્તમાનમાં વર્ધમાનની જરૂર છે - Courtesy ડો. આર. કે. ભાવસાર

પ્રભુ મહાવીરે દીક્ષા લેતાં પૂર્વે લખલૂટ સંપત્તિ દાનમાં સ્વહસ્તે આપી દીધી હતી. તેમનું દાન મહાન હતું. પોતાનું અડધું વસ્ત્ર આપી દેનાર મહાવીરે જગતને સંદેશ આપેલ કે તમારી પાસે જે હોય એમાંથી અડધું આપી દો. મહાવીર જન્મ મહોત્સવ પ્રસંગે આપણે પણ એવું જીવન જીવીએ કે એનો પ્રકાશ દીઘર્કાળપર્યંત આ ધરાને અજવાળતો રહે.પ્રભુવીરે દીક્ષા લેતાં પૂર્વે ધનદાન કર્યું, અભયદાન કર્યું પછી જ્ઞાનદાન કર્યું. આપણને પણ આપતા રહેવાનું શીખવ્યું. કરુણામય આપણું સાચું હૃદય બની રહે એ જ મહાવીરની સાચી પૂજા છે. વર્તમાન જગત હિંસાના માર્ગે છે ત્યારે વર્તમાનમાં વર્ધમાનની જરૂર છે.

જેની આગળ વિજ્ઞાન હારી જાય તે મહાવીર છે. ભગવાન મહાવીર સ્વામીએ પ્રાણીમાત્રમાં રહેલી માનવતાને બહાર લાવવાનો પુરુષાર્થ કર્યો. વિક્રમ સં. ૫૮૦ અને ઇ.સ. પૂર્વે ૬૩૬ના વર્ષની ચૈત્ર સુદ ૧૩ (તેરસ)ની મઘ્યરાત્રિએ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ વિશ્વોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો અને ત્રણે લોકમાં દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો.

ભગવાન મહાવીરનું કેન્દ્રીય તત્ત્વ છે આત્મા. આત્માને કેન્દ્રમાં રાખવાનો છે. મહાવીરને વર્તમાન, અતિત, ભવિષ્યમાં જૉવાના છે. વર્તમાનમાં ત્ર્ૌકાલિકને શોધવાના છે. એમની વાણીમાંથી માર્ગદર્શન મળે છે. એમની વાણીનો લાભ લઈએ. આજે જીવન આવેશમય બન્યું છે. આવેશ નિયત્રણમાં આવતાં અહિંસાયાત્રા સાચી થશે ને જીવનયાત્રા પણ શાંતિયાત્રા બનશે.

ભગવાન મહાવીરે કહ્યું છે કે, આત્મા પર કેટલા બધા લેપ લાગ્યા છે. ધર્મસ્થાનમાં માનવી સત્ય માટે પ્રવેશે છે પણ તેને પદાર્થ દેખાય છે! ભોગ દ્વારા નહીં પણ ત્યાગ દ્વારા કંઈક મેળવીએ. જૂઠું બોલવાનું પણ પરિમાણ કરીએ. આ સૂત્રથી વ્યકિત, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનું મંગલ થશે. જીવનયાત્રા મંગલમય બની રહેશે અને ભટકવાનું રહેશે નહીં. મહાવીર જયંતીએ એમના ઉપદેશો જીવનમાં ચરિતાર્થ કરીએ. તેઓ પવિત્ર આત્મા, વીતરાગ આત્મા હતા. તેમણે સત્યનું લીંપણ કર્યું છે. મહાવીર સ્વામીના બોધને જીવન બનાવીએ તો સાચા અર્થમાં આ જયંતી જવ્યાનો આનંદ મળશે.

જીવવું છે પણ જીવવાના આધારનો દુકાળ પડયો છે. ધન, ધૂન ને હવાથી જીવનારા છે, બુદ્ધિથી જીવનારાય છે, પણ આપણે તો પ્રભુથી જીવનારા, પ્રભુ વડે જીવનારા અને પ્રભુજીવી બનનારા છીએ. ચારેબાજુ શ્રદ્ધાની કટોકટી વર્તાઈ રહી છે ત્યારે ‘પ્રભુજીવી’ બનવા સંકલ્પબદ્ધ બની એ દિશામાં ડગ માંડીએ. એમના પ્રબોધેલા માર્ગે સૌ આગળ વધે. અહિંસા અને સત્યની સરવાણીઓ અવિરત જનહૈયામાં ખળખળી રહી છે.

કેટલાં બધાં વર્ષોનાં વહાણાં વાયાં છે, છતાં સૌના હૈયામાં એમનો ઉપદેશ શ્રાવણ માસની જલાધારાની જેમ જ ટપકયાં કરે છે. ભગવાન મહાવીરના પ્રબોધેલા માર્ગે ચાલી જીવનમાં કરુણાની ખેતી કરી, પરોપકારનું પાણી પાઈ, પ્રામાણિકતાનું ખાતર નાખી, કામ અને ક્રોધ રૂપી કચરાનું નિંદામણ કરીએ તો પ્રેમવર્ષા થશે, સુખની કૂંપળો ફૂટશે, સંતોષના દાણા આવશે અને જીવનખળું ભરાઈ જશે.

આવો, સાથે મળી જીવનના ખળાને સાચી મહાવીર જયંતી જવીને સમૃદ્ધ બનાવીએ. જીવનને સત્કર્મનો વડલો બનાવીએ.
************************************************************************************

સ્વર્ગ નિર્બળો માટે નથી - Courtesy ઓsho

માનવીનું જીવન સ્વર્ગ બને, એક સુવાસ બને, એક સૌંદર્ય બને, માનવી પરમાત્માની પ્રતિમા બને: એ થાય શી રીતે? જેને મુત્યુ નથી તેને માનવી જાણી લે તે શી રીતે બને? મનુષ્ય પરમાત્માના મંદિરમાં પ્રવેશી જાય એ બને જ કેમ? થાય છે તો વિપરીત. શૈશવમાં આપણે સ્વર્ગમાં હોઇએ છીએ અને વૃદ્ધત્વ આવતાં નર્ક સુધી પહોંચી જઇએ છીએ.

શૈશવથી જ પ્રતિદિન આપણું પતન શરૂ થઇ જાય છે. શૈશવમાં તો નિર્દોષ સંસારમાં હોઇએ છીએ. પછી ધીમે ધીમે કપટ અને પાખંડથી ભરેલ માર્ગે વિચરતા વૃદ્ધ થતાં થતાં તો શરીરથી જ નહીં આત્માથી પણ દીન-હીન અને જર્જર થઇ જાય છે, એક ખંડિયેર થઇ જાય છે. આને ય જીવન માનીને આપણે સમાપ્ત થઇ જઇએ છીએ. ધર્મ આ બાબતમાં સંદેહ ઉઠાવે છે.

આ બાબતમાં ધર્મ મોટો સંદેહ છે. સ્વર્ગથી નર્કમાં જતી આ યાત્રા ખોટી છે. થવું તો જોઇએ એનાથી જુદું જ. જીવનની યાત્રા તો ઉપલબ્ધિની યાત્રા હોવી ઘટે. આપણે દુ:ખમાંથી આનંદમાં પહોંચીએ, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુથી અમૃતમાં પહોંચીએ. પ્રાણોની ગહનતમ અભિલાષા અને તૃષા પણ એ જ છે. પ્રાણોમાં એક જ અપેક્ષા છે.

મૃત્યુમાંથી અમૃતમાં શી રીતે જવાય?

અંધકારથી આલોકમાં શે પહોંચાય?

અસત્યમાંથી સત્યમાં કેવી રીતે જવાય?

સત્યની યાત્રા માટે, સ્વયંની અંદર પરમાત્માની શોધ માટે મનુષ્યમાં અવશ્ય શકિતનો સંગ્રહ જોઇએ. શકિતસંવર્ધન થવું જોઇએ. સંચિત થયેલી શકિત એક સ્રોત થઇ રહે તો વ્યકિતત્વને સ્વર્ગ સુધી લઇ જઇ શકાય. સ્વર્ગ નિર્બળો માટે નથી. શકિત ગુમાવીને દીનહીન થનારા માટે જીવનનું સત્ય નથી. જીવનની તમામ શકિતનો વ્યય કરીને અંદરથી દુર્બળ અને દીન થઇ રહેનારની આ યાત્રા માટે પાત્રતા નથી. આ યાત્રા માટે, આ પહાડ આરોહણ કરવા માટે શકિત જૉઇએ.

શકિતનું સંવર્ધન એ જ ધર્મનો મૂળ સ્રોત છે. શકિત એટલી બધી સંચિત થાય કે આપણે શકિતનો છલકતો ભંડાર બની રહીએ પરંતુ આપણે તો છીએ દીનહીન મનુષ્ય... શકિત ગુમાવીને આપણે ધીમે ધીમે નિર્બળ થતા જઇએ છીએ. શકિત જયારે ખલાસ થઇ જાય છે ત્યારે રહી જાય છે માત્ર રિકતતા, આપણી અંદર આ શૂન્યતા સિવાય કશું બચતું નથી.

શકિત આપણે ગુમાવીએ છીએ શી રીતે?

આ વ્યયનું સૌથી મોટું દ્વાર સેકસ છે. મનુષ્યની શકિતના વ્યયનું સૌથી મોટું દ્વાર છે કામ, જયાંથી તે શકિત ગુમાવ્યા કરે છે અને કાલે મેં કહ્યું હતું તેમ એ વ્યય સકારણ થાય છે. શકિત ગુમાવવા કોઇ તૈયાર નથી. કોણ હોય? પરંતુ કોઇ ઝલક મળે છે. માટે જ મનુષ્ય તેમ કરવા તત્પર થાય છે. કામની ક્ષણોમાં કોઇ અનુભવ રહ્યો છે અને એ અનુભવ માટે માનવી પોતાનું સર્વસ્વ ખોવા તૈયાર થઇ જાય છે. જૉ બીજા કોઇ માર્ગથી એ અનુભવ મળે તો કામના માઘ્યમ દ્વારા શકિતનો વ્યય કરવા કોઇ તૈયાર નહીં થાય.

આ અનુભૂતિને પ્રાપ્ત કરવાનો બીજૉ કોઇ માર્ગ છે ખરો? જયાં પ્રાણોના ગહનતમ અંતરાલમાં તરી જીવનના ચામાં ચા શિખરને આંબી શકાય, જયાં જીવનમાં શાંતિ અને આનંદનો સાક્ષાત્કાર થાય એવું કોઇ દ્વાર છે ખરું? આપણી અંદર પહોંચવાનો કોઇ બીજૉ રસ્તો છે? સ્વયંની શાંતિ અને આનંદના સ્રોત સુધી પહોંચવા માટે કોઇ નિસરણી છે?

જૉ એ આપણી જાણમાં આવે તો જીવનમાં એક ક્રાંતિ આવી જાય છે. માનવી કામવિમુખ થઇને રામાભિમુખ થાય છે. મનુષ્યજાતિને આપણે જો નવું દ્વાર ચીંધી ન શકીએ તો માનવ ઘટમાળમાં ઘૂમતો નષ્ટ થઇ જાય છે. આજ સુધી સેકસ સંબંધી જે કોઇ માન્યતા રહી હોય તેમાંની કોઇ સેકસથી અતિરિકત કોઇ માનવીને નવું દ્વાર ખોલી આપવામાં સમર્થ થઇ શકી નથી. એક લટો ઉપદ્રવ જન્મ્યો છે. પ્રકòતિ મનુષ્યને એક જ દ્વાર આપે છે, અને તે કામનું.

નવું દ્વાર ન મળે તો અંદર ઘુમરાતી શકિત મનુષ્યને વિક્ષિપ્ત કરી મૂકે છે, પાગલ કરી મૂકે છે. વિક્ષિપ્ત મનુષ્ય પછી માત્ર એ દ્વારથી સેકસના સહજ દ્વારથી જ નીકળવાની ચેષ્ટા કરતો નથી. એ દીવાલો, બારીઓને તોડીને ય કૂદે છે. એટલે જ સેકસથી વિરુદ્ધમાં, સેકસ સાથેના વૈમનસ્ય માટે, દમન માટે આજ સુધી અપાયેલા શિક્ષણના સ્પષ્ટ વિરોધ માટે હું ઉભો થયો છું. આ બધા શિક્ષણથી મનુષ્યની કામુકતા વધી છે, ઘટી નથી, વિકૃત થઇ છે. ત્યારે કરીએ શું? શું કોઇ નૂતન દ્વાર ઉઘાડી શકાય તેમ છે?

(‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસ)
*************************************************************************************

સંકટ ટાળવા હનુમાન ઉપાસના શ્રેષ્ઠ - Courtesy Bhaskar News, Ahmedabad

૨૦મી એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા છે, જે હનુમાન જયંતી તરીકે ઊજવાશે. આ દિવસે શ્રદ્ધાળુઓ હનુમાન ચાલીસા તથા સુંદરકાંડનું પઠન કરશે અને હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા જશે. અનેક જગ્યાએ મારુતિ યજ્ઞ યોજાશે. આજના હાઈટેક યુગમાં ઘણાંએ પોતાના રિંગટોનમાં હનુમાનજીના તથા સુંદરકાંડના દોહા રાખ્યા છે, તો સ્ક્રીન સેવરમાં પણ સંકટમોચન હનુમાન જૉવા મળે છે. જયોતિષીઓ મુજબ વારંવાર આવતાં કષ્ટ-સંકટો દૂર કરવા તથા શનિની પનોતીમાં રાહત મેળવવા માટે હનુમાનજીની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે.

ભવિષ્યવેત્તા વ્યાપકકુમાર જૈને હનુમાનજીની કૃપા મેળવવાનો વિશેષ પ્રયોગ આપતા કહ્યું કે સિંદુર મિશ્રિત ચમેલીનું તેલ હનુમાનજીની પ્રતિમા પર ચઢાવી તેલ અને ઘીનો દીપક કરવાથી હનુમાનજી તત્કાલ પ્રસન્ન થાય છે અને લક્ષ્મણબાણના પાઠ કરવાથી વ્યકિતના તમામ દોષો દૂર થઈ જાય છે.

હનુમાનજી શનિપીડાથી મુકિત અપાવે છે, એટલું જ નહીં વીરતા માટે તેમની ઉપાસના કરવામાં આવે છે, એમ કહી જયોતિષાચાર્ય ધીરેનભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે હનુમાન જયંતીના દિવસે ‘ઓમ હનુમતે નમ:’ મંત્રની એક માળાનો જપ કર્યા બાદ આકડાની માળા હનુમાનજીને અર્પણ કરવાથી સંકટો-મુશ્કેલી દૂર થાય છે અને અધૂરાં કાર્ય પૂર્ણ થાય છે.

દક્ષિણાભિમુખ હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી જઈ લાલ દાડમ ધરી, તેની પ્રસાદી વહેંચી દેવી, ઘરે ન લાવવી, તેનાથી ગમે તેવી શારીરિક, માનસિક, આર્થિક કષ્ટો દૂર જાય છે. ઉપરાંત જે કોઈપણ જાતકને શનિની પનોતી ચાલતી હોય તેઓએ હનુમાન જયંતીના દિવસે સિંદુર અને તેલ ચઢાવવું તથા ૧૦૮ વખત ‘ઓમ હનુમતે નમ:’ બોલતા ૧૦૮ અડદ દાણા ચઢાવવાથી શનિની પનોતીમાં રાહત રહે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

હનુમાન જયંતી નિમિત્તે ભગવાન સ્વામીનારાયણ દ્વારા સ્વયં સ્થાપિત બાલસ્વરૂપ કષ્ટભંજનદેવ, સ્વામીનારાયણ મંદિર, રામબાગ-કાંકરિયા ખાતે મારુતિ યજ્ઞનો સવારે ૯.૦૦ વાગ્યે પ્રારંભ થશે. જેની પૂણાર્હુતિ સાંજે ૬.૦૦ વાગ્યે થશે. જેમાં તેજેન્દ્રપ્રસાદજી મહારાજ સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. શ્રીપ્રભા હનુમાનજી મંદિર, જમિયતપુરા ખાતે હનુમાન જયંતી નિમિત્તે શનિવારે સામૂહિક સુંદરકાંડ પાઠ યોજાયો હતો અને રવિવારે સવારે ૮.૦૦થી મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે, ૧૧.૩૦ વાગ્યે સત્સંગ યોજાશે.

સર્વસિદ્ધ હનુમાનજી મંદિર, સ્ટેટ બેંક રોડ, બાપુનગર ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે મારુતિ યજ્ઞ યોજાશે. જયારે હનુમાનજી મંદિર, નભોઈ, કોબા સર્કલ ખાતે બપોરે ૧૨.૦૦ મહાઆરતી તથા મારુતિ યજ્ઞ થશે.

સાત ચિરંજીવીમાં હનુમાનજી પણ એક છેહિંદુ સંસ્કૃતિની માન્યતા મુજબ સાત ચિરંજીવીઓમાંના એક છે, એટલે કે કળિયુગમાં પણ તેઓનું અસ્તિત્વ છે. હિંદુ સંસ્કૃતિમાં અશ્વત્થામા, બલિરાજા, વેદવ્યાસજી, હનુમાનજી, વિભિષણ, કૃપાચાર્ય, પરશુરામ - આ સાત વિભૂતિઓને ચિરંજીવી ગણવામાં આવે છે. હનુમાનજીનો ઉલ્લેખ રામાયણ ઉપરાંત મહાભારતમાં થયો છે, જે ઉપરોકત વાતને સાબિત કરે છે.
***************************************************************************************