tere daras se, ho jaaye ujala
he Krishn janam ka shubh din aaya
jeevan mein kitni khushiya laaya
he more kanhaiya, he nandlala
tere daras se, ho jaaye ujala
sab jan milke janamdin manaye
main chahu mera piya ghar aaye
ghar mera mandir, usko sajao
mere mohan ke manmein samao
he more kanhaiya, he nandlala
tere daras se ho jaaye ujala
***********************************************************
heyyyyyy savan ki ye ashtami
beet rahi hai raat
yada yada tumne hi kaha tha
kya tumko hai yaad
o mere kanha ab na satana (2)
tumko hai aana, o mere kanha (2)
radhe shyaam
radhe shyaam
radhe shyaam
phir se manaye janam tumhara
phir khul jaaye bhag hamara
bansi lakhutiya phirse dharna
phir maakhan ki chori karna
chori chori dil bhi churana
tumko hai aana, o mere kanha
radhe shyaam
radhe shyaam
radhe shyaam
man kehta hai, ban jao jogan (2)
main hu tumhari radha mohan
yug yug jaisi lagti duri
aas nahi kya hogi puri
o pyare mohan, dil na dukhana
tumko hai aana, o mere kanha
radhe shyaam (6)
he nand gher anand bhayo
jai kanhaiya lalki (2)
he hathi ghoda palki
jai kanhaiya lalki
*********************************************************************
નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી... ભકિત વિનોદદાસ
દેવકી અને વસુદેવનો વિવાહ સંપન્ન થયા પછી દેવક રાજાએ પોતાની પુત્રીને સાસરે વળાવી. હવે દેવકી કંસની માનેલી બહેન હતી. બહેન અને બનેવીને સારું લગાડવા તે વરકન્યાનો રથ કંસ પોતે જ સારથી બની હંકારવા લાગ્યો. આ વિવાહસંપન્ન રસાલો મથુરા નજીક આવ્યો ત્યાં તો અચાનક વીજળીના કડાકા સાથે આકાશવાણી થઈ કે, ‘હે કંસ, તું જે તારાં બહેન-બનેવીનો રથ હાંકે છે તેમનું આઠમું સંતાન તારો નાશ કરશે.’
આ ભયંકર ગેબી અવાજયુકત આકાશવાણી સાંભળીને કંસ ક્રોધ ભરાયો અને દેવકીને તલવાર વડે મારી નાખવા તત્પર થયો. કંસના આકસ્મિત ક્રોધથી દેવકીને બચાવવા વસુદેવજીએ કંસને દિલાસો આપ્યો કે તે તેમના થકી જન્મેલા દેવકીનાં આઠેય સંતાનો કંસને આપશે, પછીથી સમસમી ગયેલો ક્રૂર કંસ શાંત થયો, પણ છતાંય તેણે વસુદેવજી અને દેવકીને મથુરાની જેલમાં કારાવાસની સજા કરી.
સમયના પ્રવાહમાં દેવકી થકી જન્મેલાં પોતાનાં છ સંતાનો વસુદેવજીએ કંસને સુપરત કયાô હતાં. તે બધાં જ કુમળાં નવજાત બાળકોને કંસમામાએ પથ્થર પર પટકીને મારી નાખ્યાં હતાં. હવે જયારે દેવકીને સાતમા બાળકનો પ્રસવ થવાનો હતો ત્યારે તે બાળકનું વસુદેવની અન્ય પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર થયું. તેથી કંસને પહેરેગીરો થકી સમાચાર મળ્યા કે દેવકીને સાતમા સંતાનનો ગર્ભપાત થઈ ગયો છે. કંસ આ વાત સાંભળીને રાજી થયો.
ત્યાર પછી તે દેવકીને આઠમું સંતાન કયારે જન્મે છે તેની રાહ જોવા લાગ્યો.
ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયા થકી દેવકીના સાતમા ગર્ભનું વસુદેવની અન્ય પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર થયું. તે દિવ્ય બાળકનું નામ બલરામ હતું. કંસના ત્રાસથી બચાવવા માટે વસુદેવજીએ તેમની બીજી પત્ની રોહિણીને ગોકુળમાં નંદ મહારાજના ધેર ગુપ્ત રીતે રાખી હતી, તેથી બલરામનો જન્મ ગોકુળમાં જ થયેલો. આથી બલરામજી વસુદેવજીના પ્રથમ પુત્ર હોવાથી તેઓ કૃષ્ણના મોટાભાઈ કહેવાય.
સ્વયં ભગવાન ગોલોકવાસી કૃષ્ણએ હવે દેવકીના આઠમા સંતાન તરીકે અવતરવાનો નિર્ધાર કર્યો. શ્રાવણ વદ આઠમ અને બુધવારના રોજ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં મથુરાની ભેંકાર અને અંધકારમય જેલમાં વસુદેવ અને દેવકી સમક્ષ મઘ્ય રાત્રિના બાર વાગ્યે દિવ્ય અજવાળાનો પ્રકાશ પથરાયો. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ-ચતુર્ભુજ (ચાર હાથવાળા વિષ્ણુ) રૂપે દેવકી-વસુદેવ સમક્ષ પ્રગટ થયા. વસુદેવ અને દેવકીએ તેમની દિવ્ય સ્તુતિ કરી. પછીથી તેમણે ભગવાન ચતુર્ભુજને જણાવ્યું કે, ‘હે ભગવાન, તમે બે હાથવાળા બાળકરૂપ બની જાવ.’ ભગવાન રાજી થઈને બે હાથવાળા નાનકડા નવજાત જન્મેલા માનવબાળ જેવા બની ગયા.
તેથી અહીં સ્પષ્ટ થાય છે કે શ્રીકૃષ્ણનો સામાન્ય માણસની જેમ જન્મ થતો નથી, પરંતુ તેઓ તો અવતરે છે અને પછીથી નાનાબાળરૂપ બનીને જીવનની દિવ્યલીલાઓનાં કાર્યોનો આરંભ કરે છે. માટે જ કૃષ્ણ ફકત માનવ, મહામાનવ કે કોઈ દેવ-દાનવ નથી, પરંતુ તેઓ તો પૂર્ણપુરુષોત્તમ ભગવાન સાબિત થાય છે.
પોતાના નવજાત બાળકને બચાવવા અર્થે નંદરાયના ઘરે ગુપ્ત રીતે પહોંચાડવો જરૂરી હતો. હવે વસુદેવ અને દેવકીના હાથપગની લોઢાની બેડીઓ (સાંકળો) તૂટી ગઈ. જેલમાં દરવાજા આપોઆપ ખૂલી ગયા. જેના પહેરેગીરો અઘોરીની જેમ નિદ્રામાં પોઢી ગયા.
શ્રાવણવદને કૃષ્ણ પક્ષની આઠમની તે મેઘલી રાત્રે વસુદેવજી હેમખેમ યમુના કિનારે આવ્યા, પરંતુ યમુના નદીમાં તો ભારે વરસાદને કારણે પૂર આવ્યાં હોવાથી તે બંને કાંઠે ગાંડીતૂર થઈને વહેતી હતી, પરંતુ વાસુદેવજીએ હિંમતપૂર્વક યમુનામાં પ્રથમ પગ મૂકયો કે તરત જ યમુનાનાં જળ બે વિભાગમાં વહેંચાઈ ગયાં. આ રીતે વસુદેવજી માટેનું નિર્વિઘ્ન માર્ગ બન્યો. બાળકૃષ્ણનું ટાઢાં વર્ષાજળથી રક્ષણ કરવા માટે શેષનાગ (અનંતદેવ) દોડી આવ્યા અને તેમણે તેમની એક હજાર ફણાઓ વસુદેવજીની પાછળ રહીને ઉપર ફેલાવી.
અંતે વસુદેવ હેમખેમ બાળકòષ્ણને લઈને યમુનાને સામે કાંઠે આવેલા ગોકુળમાં પહોંચી ગયા. પછીથી તેમણે ગોવાળોના રાજા નંદરાયના મોટા મહેલ નંદાલયમાં પ્રવેશ કર્યો. ઇશ્વરીય દિવ્ય સંકેતોના આધારે આ બાજુ નંદરાય પણ વસુદેવના આવવાની રાહ જોતા હતા. હકીકતમાં તે બંને મિત્રો હતા. નંદરાયજીએ પરિસ્થિતિનો તાગ પામીને વસુદેવને આવકાર્યા. ત્યાર બાદ બંને વરચે ખાનગીમાં મસલત થઈ. એ જ રાત્રિએ નંદરાયનાં પત્ની યશોદાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. હવે યશોદાજી પ્રસવ પીડાને લીધે બેભાન હતાં. તેથી બાળકોની અદલાબદલી કરીને નંદરાયજીએ બાળકી વસુદેવજીને આપી અને બાળકૃષ્ણને યશોદાજીની સોડમાં સુવડાવ્યા. ત્યાર પછી વસુદેવજીએ સત્વરે મથુરાની વાટ પકડી અને પુન: તેઓ મથુરાની જેલમાં આવી ગયા. આ રીતે તેમના મઘ્યરાત્રિ દરમિયાનનાં અંગતકાર્યોની મથુરામાં અન્ય કોઈને જાણ થઈ જ નહીં.
પરંતુ એ જ રાત્રિએ મથુરાની જેલમાં વસુદેવ થકી દેવકી પાસે લવાયેલી નાની બાળકીએ તાજા જન્મેલા બાળકની જેમ રડવાનું શરૂ કર્યું. આ બાળરુદ્દનનો અવાજ સાંભળીને પહેરેગીરો જાગી ગયા. તેમણે તરત જ આઠમું બાળક જન્મ્યું હોવાના કંસને સમાચાર આપ્યા. પછીથી તો કંસ ખુલ્લી તલવાર લઈને સીધો જ વસુદેવ અને દેવકી સમક્ષ જેલમાં ધસી આવ્યો. ત્યાર પછીથી કંસે આ આઠમું સંતાન પોતાનો કાળ હોવાનું સમજીને બાળકીને શિલા પર પછાડવા ગયો કે તરત જ તે બાળકી કંસના હાથમાંથી છટકીને આકાશમાં ઉપર ચાલી ગઈ. ત્યાં અવકાશમાં તે બાળકીએ કંસને જણાવ્યું કે, ‘હે કંસ! તું મને શું મારી શકવાનો હતો, તને મારનાર તારો કાળ તો કયારનોય જન્મી ચૂકયો છે.’ આ સાંભળીને કંસ અવાક થઈ ગયો અને પોતાના મહેલમાં ચાલ્યો ગયો.
હવે યમુનાને પેલેપાર ગોકુળમાં શ્રાવણ વદ નવમી તિથિના દિવસે પ્રાત:કાળે (સવાર)માં યશોદા મૈયાને ભાન આવ્યું પછીથી યશોદાજીને ખબર પડી કે તેમને પુત્રરત્ન (કનૈયા)ની પ્રાપ્તિ થઈ છે, પોતાને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હોવાનું પ્રત્યક્ષ જાણીને યશોદામૈયા ખૂબ જ રાજી થયાં. આ મંગલમય સમાચાર સમગ્ર ગોકુળમાં વાયુવેગે પ્રસરી ગયા. જયારે ગોવાળો અને ગોપીઓને ખબર પડી કે યશોદામૈયાએ પુત્રને જન્મ આપ્યો છે ત્યારે તેઓ આબાલ-વૃદ્ધ-નરનારી સર્વે નંદાલયમાં ભેટ સામગ્રીઓ લઈને શ્રીનંદ-યશોદાજીને હાર્દિક રીતે વધાવવા દોડી આવ્યાં. ગોકુળમાં મોટા યજ્ઞ સહ બાલકòષ્ણના નવજાત સંસ્કારો અર્થે મહામહોત્સવ યોજવામાં આવ્યો.
મંત્રવેત્તા બ્રાહ્મણોને તેડવવામાં આવ્યા. બાળકòષ્ણનો પંચમૃત થકી અભિષેક કરવામાં આવ્યો. ષોડ્શોપચાર વિધિથી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવામાં આવ્યું. ગોપીઓ અને ગોવાળોએ ઉત્સાહપૂર્વક ઉત્સવના આનંદમાં નાચીને શ્રીકòષ્ણનાં કીર્તનગાન ગાયાં. ‘નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.’ ત્યાર પછીથી ગોપ-ગોપીઓના સમુદાયે મહાનંદ નવમી (નંદોત્સવ) તિથિની ઉજાવણી કરી. પાંચ હજાર વર્ષોપછી વર્તમાન કળિયુગમાં પણ લોકો જન્માષ્ટમી અને નંદોત્સવનો ઉત્સવ મોટા ઉત્સાહ અને વિશાળ પાયે જવે છે.
આ પ્રક્રિયા થકી સાબિત થાય છે કે કòષ્ણ સામાન્ય વ્યકિત નથી પણ અક્ષર અવિનાશી લીલા પુરુષોત્તમ પરંબ્રહ્મ ભગવાન છે. પછીથી તો અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોપાલ કૃષ્ણએ ગોકુળ અને વ્રજવૃંદાવનની લીલાઓ વિસ્તારી.
મથુરામાં કંસ રાજાએ કૃષ્ણ - બલરામની ખ્યાતિ સાંભળી. તેથી તેણે મલ્લયુદ્ધ માટે અક્રૂર થકી કૃષ્ણ- બલરામને મથુરા તેડાવ્યા. ત્યાં મામા કંસને પટકીને મારી નાખ્યો. પુન: યાદવો મથુરામાં એકઠા થયા.
શ્રીકૃષ્ણ-બલરામજીએ પોતાનાં માતા-પિતા દેવકી વસુદેવ અને મથુરાના રાજા ઉગ્રસેનને જેલમાંથી આબાદ મુકત કર્યા. ત્યાર પછી મથુરાની લીલાઓ થોડા સમયમાં પૂર્ણ કરીને શ્રીકૃષ્ણ દ્વારકાધીશ રણછોડરાય તરીકે પધાર્યા. આ રીતે પોતાના અવતાર ઉદ્દેશ્ય પૂર્ણ કરીને આ પૃથ્વી પર એકસો પરચીસ વર્ષ પ્રગટ લીલાઓ કરીને અંતે ભગવાન શ્રીકòષ્ણ અને બલરામજી સ્વધામ ગોલોકમાં સિધાવ્યા.
જન્માષ્ટમી પર્વનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. કૃષ્ણભાવનામૃતને જીવનમાં સ્થાન આપીને કૃષ્ણના નિષ્ઠાવાન ભકત થવું એ જ જન્માષ્ટમી પર્વનો ભગવદ્ સંદેશ છે. જય શ્રી કૃષ્ણ!
***************************************************************************
શ્રીકૃષ્ણની રાસભૂમિ - હિમાલી સિદ્ધપુરા
વૃંદાવન એ સર્વત્ર નાનાં-મોટાં કુંજથી બનેલું વન છે. અહીં સેવાકુંજ, નિધિવન, ચીરઘાટ, કાલિદાહ, બાંકે બિહારી, બિરલા મંદિર, મહાપ્રભુજીની બેઠક વગેરે જગ્યાનું પોતાનું આગવું મહત્ત્વ છે. સેવાકુંજમાં ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીની સેવા કરી હતી અને તેનાં ચરણ દબાવ્યાં હતાં. તેથી તે સેવાકુંજ તરીકે ઓળખાય છે.
નિધિવન એ આજના સમયમાં પણ અલૌકિક, દિવ્ય, રહસ્યમય, ઘટનાઓના સાક્ષી સ્વરૂપે વૃંદાવનમાં વસેલું છે. અહીં અનેક વૃક્ષોની અંદર નાનાં કુંજ જેવો આકાર બનેલો છે અને આ જગ્યાને ખાસ રાધાજીના શૃંગાર માટેની માનવામાં આવે છે. જયાં દરરોજ રાત્રે રાધાજીનો સંપૂર્ણ શંòગાર, લાડુ, પાણીની જારી, તુલસીનાં પાન અને દાતણ સાથે મૂકવામાં આવે છે અને દરેકના આશ્ચર્ય વરચે આ દરેક સામગ્રી સવાર થતાં વિખરાયેલી પડી હોય છે અને જાણે રાધાકòષ્ણના આગમનની મૂક સાક્ષી બનીને ભી હોય એવું લાગે છે. સાંજ પડયા બાદ આ નિધિવનમાં દ્વાર બંધ કરી દેવાય છે અને કોઈને પણ ત્યાં પ્રવેશવાની મનાઈ હોય છે. ત્યાં સુધી કે નિધિવન તરફ જે ઘરનાં બારી કે દરવાજા પડતાં હોય તેને પણ સાંજ પડયા પછી બંધ રાખવામાં આવે છે.
આ ઉપરાંત વૃંદાવનમાં ચીરઘાટ પણ છે કે જયાં શ્રીકૃષ્ણએ ગોપીઓનાં ચીરહરણ કર્યા હતાં. ત્યારબાદ કાલિદાહ કે જયાં કાલિનાગનું દમન કરી યમુના નદીને વિષમુકત કરી હતી, તે પણ પોતાનું આગવું આકર્ષણ ધરાવે છે. આ ઉપરાંત બાંકે બિહારીનું મંદિર તથા બિરલા મંદિર જેવી રમણીય જગ્યાઓ પણ આવેલી છે. જયાં શ્રીકૃષ્ણના ચરણરજની મહેક આજે પણ એવી જ તાજગીથી આવે છે.
અહીં વૃંદાવનમાં મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે અને તેની સામે એક એવી પણ જગ્યા છે કે અહીં શંકર ભગવાન ગોપી સ્વરૂપે આવી શ્રીકૃષ્ણ સાથે રાસ રમ્યા હતા.
શ્રીકૃષ્ણનાં જન્મનાં ૫૦૦૦ વર્ષ પછી પણ આજેય આ જગ્યા ઉપર શ્રીકૃષ્ણનું અસ્તિત્વ જાણે જીવંત બની ધબકતું હોય એવું લાગે છે આ મહારાસની પાવનભૂમિ ‘વૃંદાવન’.
******************************************************************************
શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો - હરેશ દવે
યોગશ્વર ભગવાન શ્રીકૃષ્ણનો ઘણોખરો સમય સૌરાષ્ટ્રમાં વીત્યો હતો. મથુરાના રાજા કંસના વધથી તેના સસરા મગધ નરેશ જરાસંધ ખૂબ જ ક્રોધિત થયા. તેનું વેર વાળવા શ્રીકૃષ્ણને પરાસ્ત કરવા તેણે કાલયવન નામના અસુરને મોકલ્યો. શ્રીકૃષ્ણ સમજી ગયા કે, કાલયવનને બળથી પહોંચી નહીં શકાય, તેથી મથુરાથી ભાગ્યા. રણમેદાન છોડીને ભાગ્યા એટલે તેઓ ‘રણછોડ’ તરીકે ઓળખાયા.
કિંવદંતી અનુસાર ભાગતા ભાગતા તેઓ ગિરિનગર (જૂનાગઢ) આવ્યા.
મુચકુંદરાજાની કથાનુસાર તેમણે કઠોર તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા અને પોતે નિદ્રાધીન થવા ઇરછે છે તેવી ઇરછા પ્રગટ કરી. સૂઈ ગયા બાદ નિદ્રામાંથી તેમને જે કોઈ જગાડશે તે અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય તેવું વરદાન માગ્યું. જે ભગવાને આપ્યું. આ પછી તેઓ ગાઢનિદ્રામાં સરી પડયા.
યોગબળથી આ વાત જાણનાર શ્રીકૃષ્ણ ગુફામાં પહોરયા. પોતાનું ઉપવસ્ત્ર નિદ્રાધીન મુચકુંદ રાજાને ઓઢાડી દઈ પોતે છુપાઈ ગયા. આ બાજુ તેમની પાછળ આવતા કાલયવને ક્રોધિત થઈ, સૂતેલા રાજાને શ્રીકૃષ્ણ સમજી પગેથી લાત મારી. નિદ્રાભંગ થયેલા મુચકુંદ રાજાનાં નેત્રોમાંથી નીકળેલી અગનજવાળાઓથી કાલયવન ભસ્મીભૂત થઈ ગયો. આજે પણ મુચકુંદ ગુફા અહીં છે જ. આ પછી શ્રીકૃષ્ણએ દ્વારિકાની મુલાકાત લીધી. ચારે તરફ ધૂધવતા સમુદ્રનાં મોજાવાળી આ જગ્યા તેમને સલામત લાગી અને તેમણે દ્વારિકામાં રહેવાનું પસંદ કર્યું.
શ્રીકૃષ્ણના રુકિમણી સાથેનાં લગ્ન માધવપુર (ધેડ)ના મધુવનમાં થયા હતા. આજે પણ લગ્નની ચોરીના સ્તંભો મોજૂદ છે.
પ્રતિવર્ષ રામનવમીના પર્વે અહીં શ્રીકૃષ્ણ રુકિમણીના વિવાહનો પ્રસંગ આજે પણ જવાય છે. આવી જ રીતે શ્રીકૃષ્ણની એક પટરાણી જાંબુવતીના નામ સાથે સંકળાયેલી જાંબુવાનની ગુફા પોરબંદર પાસે છે.
મહાભારતના યુદ્ધ બાદ ૩૬ વર્ષે શ્રીકૃષ્ણની સોનાની દ્વારિકા દરિયાનાં મોજામાં (સુનામી) ડૂબી ગઈ. યાદવકુળને લઈને શ્રીકૃષ્ણ અને બલરામજી પ્રભાસપાટણ ગયા. જયાં યાદવાસ્થળીમાં બધા યાદવો અંદરોઅંદર લડીને કપાઈ મર્યા. શેષનાગનો અવતાર ગણાતા બલરામજીએ જીવનલીલા સંકેલી લીધી. જયારે ભાલકા ક્ષેત્રમાં પારધીના બાણથી શ્રીકૃષ્ણની જીવનલીલા સમાપ્ત થઈ.
આમ આ મહાન યુગપુરુષના જીવનનો મોટોભાગ સૌરાષ્ટ્રમાં પસાર થયાનું અને તરુણ વયે તેઓ સૌપ્રથમ જૂનાગઢ આવ્યા હોવાનું શ્રીકૃષ્ણ ભકતો આજે પણ માને છે.
***********************************************************************
કૃષ્ણં શરણં ગરછામિ - Gunvant Shah
પાંચેક હજાર વર્ષોવીતી ગયાં તોય કòષ્ણનો જાદુ ઓસરવાનું નામ નથી લેતો. કવિઓ જેને ‘પ્રેમ-પદારથ’ કહે છે, તેનું મહત્ત્વ આવનારી સદીઓમાં વધતું જ રહેવાનું છે. પરોપકાર, કરુણા, અહિંસા અને અપરિગ્રહ જેવાં સુલક્ષણો માનવજાતના યોગક્ષેમ માટે જરૂરી છે. પ્રેમની વાત જરા જુદી છે. પ્રેમ મનુષ્યની જરૂરિયાત છે.
પ્રેમશૂન્ય જીવન તો મરુભૂમિ ગણાય. કરુણા કે અહિંસા ન કેળવાય તોય જીવન નભી જાય છે. પ્રેમ વિના તો જીવવું જ ભારે પડી જાય. કòષ્ણ પ્રેમના પરમેશ્વર છે. માણસને પાણી વિના ચાલે, તો પ્રેમ વિના ચાલે! પ્રેમની તરસ પણ પવિત્ર છે અને પ્રેમની તૃપ્તિ પણ પવિત્ર છે. આપણી પૃથ્વી પ્રેમ પર ટકેલી છે. પ્રેમ જયારે પરમેશ્વર તરફ વળે ત્યારે તને ‘ભકિત’ કહે છે. નારદ કહે છે: ભકિત પ્રેમસ્વરૂપા અને અમૃતસ્વરૂપા છે.
કòષ્ણને ભકતો પ્રત્યે ખાસ પક્ષપાત છે. ભગવદ્ગીતામાં પ્રગટ થયેલાં કòષ્ણનાં થોડાંક વિધાનોમાં આવો રળિયામણો પક્ષપાત જૉવા મળે છે:૧. ન મે ભકત: પ્રણશ્યતિ ૨. યો મદ્ભકત: સ મે પ્રિય:૩. ભકિતમાન્ ય: સ મે પ્રિય:૪. ભકિતમાન્ મે પ્રિયો નર:૫. યો મે ભકત: સ મે પ્રિય:૬. ભકતા: તે અતીવ મે પ્રિયા:કòષ્ણના આવા પક્ષપાતનો પ્રતિસાદ ભકતોએ પણ આપ્યો છે. ભકતોએ બાળકòષ્ણને લાડ લડાવ્યા છે, ગોપીકòષ્ણને વહાલ કર્યું છે અને ગીતામાં પ્રગટ થતા યોગેશ્વરને ભીના હૃદયથી ભજયા છે. વૈષ્ણવ હોવું એ અકસ્માત છે, વૈષ્ણવજન હોવું એ સંપ્રાપ્તિ છે.
એકવીસમી સદીમાં ભકિતના નવા આયામને ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ કહે છે. જગતના સૌ ભકતોએ ડેનિયલ ગોલમેનનું પુસ્તક અવશ્ય વાંચવું જૉઇએ. બુદ્ધિશકિત (ત્.મ્.) કરતાં પણ માનવીની લાગણીઓનું મહત્ત્વ વધારે છે. માણસ વાતવાતમાં કહે છે: ‘મારું હૃદય આ વાત માનવા તૈયાર નથી.’ હૃદય નામના સ્નાયુ કે પંપની એ વાત નથી. હૃદયને ડેનિયલ ‘ઇમોશનલ બ્રેઇન’ કહે છે. પોતાના ‘સ્વ’ અંગે સભાન એવા લોકો પોતાના લાગણીતંત્ર અંગે જાગ્રત હોય છે.
આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હૃદય માટે ‘માંહ્યલો’ શબ્દ છે. અંગ્રેજીમાં ‘કોન્શિયન્સ’ એટલે માંહ્યલો. બધી ટીવી સિરિયલો, બધી ફિલ્મો અને બધી વાર્તાઓ ‘હૃદયના સત્ય’ પર આધાર રાખનારી હોય છે. સેંટ એકયુપેરીની વિખ્યાત લઘુનવલ, ‘ધ લિટલ પ્રિન્સ’માં ટચૂકડા રાજકુમાર દ્વારા બોલાયેલું વાકય સાંભળો:
‘માણસ હૃદય દ્વારા જે જુએ, તે જ ખરેખરું જુએ છે.જે હાર્દ હોય છે, તે આંખને દેખાતું નથી.’
ગમે તેવું દુષ્કòત્ય કરવા તૈયાર થયેલા મનુષ્યને અંદરનો અવાજ અચૂક સંભળાય છે કે એ કરવા જેવું કòત્ય નથી. અંતરના કે માંહ્યલાના એ ધીમા છતાં સ્પષ્ટ અવાજનો અનાદર કરવાની ટેવ પડી જાય પછી જ કદાચ મનુષ્યને વી.આઇ.પી.નો દરજજૉ પ્રાપ્ત થાય એમ બને. જિગર મુરાદાબાદીનો શેર આપણને કપટમુકત થવા પ્રેરે તેવો છે:
તુમ જમાને કી રાહ સે આયે,વરના સીધા થા રાસ્તા દિલ કા.
ભકત બુદ્ધિ કહે તેમ કરે, તોય એને હૃદયના અવાજ પર વધારે શ્રદ્ધા હોય છે. સાચો ભકત કદી અંધશ્રદ્ધાળુ નથી હોતો. ભકિત જયારે વેવલાપણાને પનારે પડે ત્યારે પ્રદૂષિત બને છે. કòષ્ણે ગીતામાં અવ્યભિચારિણી ભકિતનો મહિમા કર્યોછે. એકનિષ્ઠ ભકિત અપ્રદૂષિત હોય છે, કારણ કે એ પ્રભુનિષ્ઠ અને કòષ્ણનિષ્ઠ હોય છે. ભકતની ખરી નિષ્ઠા પોતાની ભીતર બેઠેલા કòષ્ણ પ્રત્યે હોવી જૉઇએ. કòષ્ણને જગદ્ગુરુ કહ્યા છે. એમની અને ભકતની વરચે કોઇ દલાલોની જરૂર નથી. ભીતર બેઠેલા કòષ્ણ (ઇશ્વર: સર્વભૂતાનાં હૃદ્રેશેર્જુન તિષ્ઠતિ) એટલે હૃદયપ્રદેશમાં વિરાજમાન પ્રભુ. એને માટે ગીતાના તેરમા અઘ્યાયમાં બે શબ્દો પ્રયોજાયા: (૧) ઉપદ્રષ્ટા (૨) અનુમન્તા.
ઉપદ્રષ્ટા, એટલે અમ્પાયર. એ રમત જૉતો હોય તોય કોઇ પણ ટીમની હારજીત અંગે અલિપ્ત હોવાનો. અનુમન્તા એટલે અનુમતિ આપનારો ન્યાયમૂર્તિ. આપણો માંહ્યલાના કહ્યામાં હોઇએ તો ઘણાં અનિષ્ટોથી બચી શકીએ. માંહ્યલો ચેતવણી આપે છે. આપણે એની અવગણના કરવા ટેવાઇ ગયાં છીએ. બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિએ મહાન સત્ય સંભળાવ્યું: ‘હૃદયેન હિ સત્યં જાનાતિ.’ માણસનું મન જૂઠું બોલે છે, હૃદય કદી જૂઠ્ઠું નથી બોલતું. આપણો અંતરાત્મા (કોન્શિયન્સ) જૂઠી વાતને અનુમતિ નથી આપતો. એનો અવાજ અવગણવાની કુટેવ દૂર થાય તો પાપ કરવાનું આપોઆપ ટળે. ખૂન કરવા ગયેલા ખૂનીને પણ અંદરનો અવાજ રોકે છે, પરંતુ પાપી તેની ઉપેક્ષા કરતો હોય છે.
શરણાગતિ એટલે ભકિતમાર્ગનું એવરેસ્ટ! એક મનુષ્ય બીજા મનુષ્યને શરણે શા માટે જાય? એ જ મનુષ્ય અહંકાર ત્યજીને પ્રભુને શરણે જાય તો પરમ શાંતિ પામે એવું ગીતામાં કહ્યું છે. ગીતાનો અઢારમો અઘ્યાય શરણાગતિનું સૌંદર્ય પ્રગટ કરનારો છે. બધા ધર્મોમાં શરણાગતિનો મહિમા થયો છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધને, સંઘને અને ધર્મને શરણે જવા માટેનો મંત્ર જાણીતો છે. જૈન ધર્મમાં આચાર્યને, ઉપાઘ્યાયને, સિદ્ધને અને અરિહંતને શરણે જવાનો મહિમા ‘ચત્વારિ શરણં’ તરીકે જાણીતો છે. ઇસ્લામ એટલે જ એકમાત્ર અલ્લાહને શરણે જવું. ગીતાની માફક આપણા જીવનનો અઢારમો અઘ્યાય જયારે આપણે અહંકારશૂન્ય બનીને કòષ્ણને શરણે જઇએ, ત્યારે શરૂ થાય છે. જીવનના છેલ્લા વર્ષ સુધી પૈસા અને પદવીની પાછળ ભમવું એ અપરિપકવતા છે. આપણે ત્યાં એંશી વર્ષના વડીલોને ‘નાદાન’ કહેવાનો રિવાજ નથી. બાકી અસંખ્ય નાદાન ડોસાઓ ઠેર ઠેર નજરે પડે છે.
અઢારમા અઘ્યાયના ૬૩મા શ્લોકમાં કòષ્ણ અર્જુનને કહે છે: ‘તને મેં ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન આપ્યું. હવે તું પૂરેપૂરો વિચાર કરીને (વિમૃશ્ય એતદ્ અશેષેણ) પછી જેમ ઇરછે તેમ કર (યથેરછસિ તથા કુરુ).’ કòષ્ણ તરફથી થતું આ ડેમોક્રેટિક ડેકલરેશન છે. પ્રત્યેક પરિવારમાં માતાપિતાએ પોતાનાં સંતાનોને વારંવાર કહેવું જૉઇએ: ‘યથેરછસિ તથા કુરુ.’ આટલું કહ્યા પછી કòષ્ણ અર્જુનને કહે છે: ‘હે પાર્થ! હું તારી આગળ સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને પ્રિય છે. (સત્ય તે પ્રતિજાને પ્રિયો’ સિ મે).’ બધા પ્રયત્નોને અંતે જાણે થાકયા હોય એમ કòષ્ણ અર્જુનને એટલું જ કહે છે: ‘ખાતરી રાખ કે તું મને વહાલો છે.’ ૬૩મા શ્લોકમાં લોકતંત્રને શોભે એવી વાત કર્યા પછી તરત જ ૬૬મા શ્લોકમાં કòષ્ણ લોકતંત્ર બાજુએ રાખીને અર્જુનને આખરી આદેશ આપીને કહે છે: ‘બધા ધર્મોછોડીને તું મને એકલાને શરણે આવ (મામ્ એક શરણં વ્રજ)’. આવા આદેશમાં લોકતંત્ર ગાયબ થઇ ગયું! આવું કેમ બન્યું? શું આ આંતરવિરોધ નથી?
વાત એમ છે કે જગતમાં લોકતંત્ર કરતાંય પ્રેમતંત્ર અધિક ઊંચેરું છે. ડેમોક્રસી કરતાં ‘લવોક્રસી’ ઊંચે આસને વિરાજમાન છે. પરિવારમાં કયારેક એવી કટોકટી ઊભી થાય ત્યારે કહેવાનું પ્રાપ્ત થાય છે: ‘તું બધી માથાકૂટ મેલ અને અત્યારે હું કહું તેમ કર.’ આવું કહેવામાં પરિવારનું પ્રેમતંત્ર કટોકટીમાંથી ઊગરી જાય છે. કòષ્ણનું આવું પ્રેમાક્રમણ અર્જુન પામ્યો કારણ કે તે ‘ઋજુ’ હતો. જે ઋજુ (સરળ) હોય તે કòષ્ણને પ્રિય હોય છે. જે મનુષ્ય કપટી હોય તેનો ઉદ્ધાર કòષ્ણ પણ નહીં કરી શકે. તેથી નરસિંહ મહેતાએ વૈષ્ણવજન માટે બે શબ્દો પ્રયોજયા: ‘વણલોભી અને કપટરહિત.’ અર્જુન દોષમુકત ન હતો, પણ કપટમુકત હતો તેથી જ કòષ્ણનો સખા બની શકયો. ગીતાના ઉપદેશને અંતે અર્જુન કòષ્ણને કહે છે:
ટળ્યો મોહ, થયું ભાન, તમ અનુગ્રહે, પ્રભો! થયો છું સ્થિર નિ:શંક, માનીશ તમ શીખને. (૨, ૭૩)
જીવનના બધા ઉધામા છોડીને આપણે પણ કયારેક કòષ્ણને શરણે જઇને કહેવાનું છે: ‘કરિષ્યે વચનં તવ.’ સાક્ષાત્ કòષ્ણ સામે ઊભા હોય એવી પાર્થવૃત્તિથી આ શબ્દો રોજ વારંવાર ઉદ્ગારવા રહ્યા. આ જીવંત મંત્ર છે. જીવન પર્વતારોહણ જેવું છે. શિખર પર અનંત આકાશનું દર્શન થાય ત્યારે કહીશું: ‘કòષ્ણં શરણં ગરછામિ.’
પાઘડીનો વળ છેડે
સ્વિડનના રાજમાર્ગ પર ‘હરે રામા હરે કòષ્ણ’વાળા ગોરા ભકતો શાકાહારી રેસ્ટોરાં ચલાવે છે. એનું નામ ‘ગોપિકા’ છે. તમે પ્રવેશો ત્યારે સ્વેડિશ સ્ત્રીઓ ‘જય શ્રી કòષ્ણ’ કહી તમારું અભિવાદન કરે છે. ઘરનું ખાવાનું ભૂલી જાઓ એવું સ્વાદિષ્ટ ભોજન કરવા માટે રોજ એકાદ હજાર ગોરા નાગરિકો ત્યાં જમવા આવે છે. મગની દાળનો શીરો અને ગરમ સમોસાં ગોરાઓને ભાવી ગયાં છે. ત્યાંથી ૭૦ માઇલ છેટે આવેલી વ્રજભૂમિ પર ગાયોની સેવા થાય છે. ત્યાં તમને સ્વિડનના પ્રખર ગોરા કòષ્ણભકત સાધુનાં દર્શન થશે. એમનું નામ છે, સ્વામી સ્મિતક્રિશ્ના. મળવા જેવા માણસ છે.
***************************************************************************