Tuesday, September 9, 2008

Radhe Radhe rato, chale aayenge bihari

રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી... Courtesy સુનિલ એ. શાહ

ભારતના ઉત્તરપ્રદેશ પ્રાંતસ્થિત ચોર્યાશી કોશી વ્રજ મંડલમાં બરસાના નામનું ગામ આવેલું છે. લગભગ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં દ્રાપરયુગ દરમિયાન ત્યાંના ધનાઢય ગોપાધિપતિ દંપતી કલાવતી અને વૃષભાણજીને માતા-પિતાનું સદ્ભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર અર્થે ભાદરવા સુદ આઠમના શુભદિને જયેષ્ઠા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રાત:કાલે દિવ્ય ગૌરાંગી કન્યારૂપે શ્રીકૃષ્ણના હૃદયની અધિષ્ઠાત્રી શ્રીરાધિકાજીનો જન્મ થયો હતો.

ત્રેતાયુગમાં જાનકી દ્રાપરમાં શ્રીરાધા અવતારે અવતર્યા બાદ ત્રણ વર્ષ પછી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર રૂપે આ ધરતી પર શ્રીકૃષ્ણાવતાર સંપન્ન થયો. આમ શ્રીકૃષ્ણથી રાધિકાજી ઉંમરમાં ત્રણ વર્ષ મોટાં હતાં. જૉ વ્રજશ્વેરી, રાસેશ્વરી, શ્યામસખી શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ના લીધો હોત તો આપણને બંસીધર, બાંકેબિહારી, શ્રીકૃષ્ણ કનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપિ ન થઈ હોત!

આપણને મળ્યા હોત પાર્થસારથી, દ્વારકાધીશ યોગેશ્વર શ્રીકૃષ્ણ! શ્રીરાધિકાજીનો ઉલ્લેખ હરિવંશ, વાયુપુરાણ અને ભાગવતમાં ગૃપ્ત રીતે દર્શાવ્યો છે. સંતો મહંતો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકòષ્ણ એક જ પરમતત્ત્વ છે. પૃથ્વી ઉપર લીલા માટે જ તેઓ જુદા બન્યાં છે.

શ્રીરાધાનાં જેટલાં નામો છે તે છે સરસ, પરંતુ સૌથી સરસ ને મહિમાવાળું લોકજીભે તો એક જ નામ વસેલું છે શ્રીરાધા-શ્રીરાધે. જય શ્રીરાધે કòષ્ણની પ્રાણેશ્વરી, તો રાધાના પ્રાણ છે બિહારી. રાધા નામથી જ શ્રીકૃષ્ણ દ્રવીભૂત રસમય થાય છે. જય શ્રીરાધે બોલનાર પર શ્રીકૃષ્ણ ખુશ છે કારણ કે ભકત રાધા બોલી શ્રીકૃષ્ણને પ્રિયતમાનું સ્મરણ કરાવે છે. ઠાકુરજીની સામે બેસીને રાધાનું સ્મરણ કરવું એ ઠાકુરજીની સેવા કરવી બરાબર છે. શ્રીરાધા એટલે કૃષ્ણ વગર કશું નથી તે. રાધા સવાગને અતિ સુંદર છે. પ્રભુને વિચલિત કરવાનાર જે છે તે રાધા. શરીર અને આત્મા એકબીજાના આધારે છે તેમ શ્રીકષ્ણ રાધા છે. શ્રીકૃષ્ણ વિના રાધા નિર્જીવ છે. રાધા વગર કૃષ્ણમાં પ્રાણ નથી. રાધામાં શ્રીકૃષ્ણ નથી તો એ છે નિર્વિકાર.

શ્રીરાધાનો કૃષ્ણ પરનો પ્રેમ અનુપમ છે. શ્રીરાધા છે શ્રીકૃષ્ણના પ્રેમની પૂર્ણતા. શ્રીરાધા તો સર્વોત્તમ આનંદ-પરમાનંદના પ્રતીકરૂપે વિધમાન છે જે સર્વોરચ આઘ્યાત્મિક સ્તરેથી અવતરિત થઈને શરીરના કણ કણમાં વ્યાપ્ત છે.
શ્રીકòષ્ણની ભકિત કરનાર નરસિંહ મહેતા, મીરાંબાઈ, પાનબાઈ અને અર્જુન આ બધા જ ભકત શ્રીકૃષ્ણનાં ગુણગાન ગાતાં થાકતાં ન હતાં અને તેથી જ શ્રીકૃષ્ણે નરસિંહ મહેતાની લાજ રાખી. મીરાંબાઈના ઝેરના કટોરાને અમૃત બનાવ્યો. પાનબાઈનું સતિત્ત્વ જાળવ્યું, અર્જુનને યુદ્ધના સમયે રણ મેદાનમાં ગીતાજ્ઞાનનું રસપાન કરાવીને યુદ્ધ માટે યોગ્ય માર્ગ બતાવ્યો.


આ બધા જ ભકતોમાં કૃષ્ણભકિત માટે સૌથી મોટું સ્થાન કે ભકિતનું સ્વરૂપ છે ‘રાધાજી’. જેમણે ભકિતમાં પોતાનું સર્વસ્વ જીવન કૃષ્ણને અર્પણ કરી દીધું. ભકિત, સમર્પણ, શ્રમ, સેવા, ત્યાગ, બલિદાન અને નિસ્વાર્થ ભકિતથી જ રાધાજી એ શ્રીકૃષ્ણનું બિરુદ પ્રાપ્ત કર્યુô છે. શ્રીકૃષ્ણને સ્વયં એમની આઠ જયેષ્ઠ રાણીઓ રુકિમણી, સત્યભામા, રોહિણી, ભદ્રા, લક્ષ્મણા, કાલિન્દી, મિત્રવિન્દા અને સોળ હજાર એકસો ગોપાંગનાઓની વરચે શ્રીરાધા છે, પરંતુ શ્રીકૃષ્ણને તો અતિ વહાલી રાધા જ છે. રાધા એ કૃષ્ણની પ્રાણપ્રિયા જ નહીં પ્રાણપ્રેરક, પ્રેરણા સ્ત્રોત, શકિત આરાધના છે. માટે જ શ્રીકૃષ્ણે રાધાને પોતાની સાથે જનપૂજય બનાવી દીધી છે. તેથી જ તો કહેવાય છે કે રાધા બિના શ્યામ આધા!

પ્રથમ રાધાકૃપા ને પછી જ કૃષ્ણકૃપા તરે એટલે કે ભકિતની ઉપાસના પ્રથમ કરો પછી ભગવાનની ઉપાસના. ભકિતથી ભકત થયા પછી જ ભગવાન મળે. કૃષ્ણ રાધાથી આવૃત્ત છે. પુરુષ પ્રકૃતિથી આવૃત્ત છે. રાધા સંહારશકિત પણ છે. અંદર રહેલાં ભકિત અવરોધક પરિબળોનો તથા વિકારોનો નાશ કરે છે. શ્રીરાધાને આધીન છે પરમ શકિત. તેથી શ્રીકૃષ્ણને સરળતાથી પામવા હોય, મનાવવા હોય તો શ્રીરાધાજીનું સતત સ્મરણ કરીએ. તેથી તો કહેવાય છે કે, ‘રાધે રાધે રટો... ચલે આયેંગે બિહારી’

રાસલીલા સમયે શ્રીકૃષ્ણનો પ્રેમ સોળ હજાર એકસો આઠ ગોપાંગનાઓ અને રાધાજી વરચે વહેંચાઈ ગયો હતો. તેમ છતાં શ્રીરાધાજી તો ફકત કૃષ્ણના પ્રેમમાં, ઘ્યાનમાં સતત તરબોળ રહેતાં. પલભર માટે શ્રીકૃષ્ણ સ્મરણથી વિમુખ થતાં નહોતાં અને તેમનું ધક... ધક... દિલ શ્રીકૃષ્ણના રટણ સાથે સતત ધબકતું રહેતું હતું.

શ્રીરાધાજીની કૃષ્ણ સાથેની નિત્યલીલા છે. રાધાજી ગોરા છે તો શ્રીકૃષ્ણ શ્યામ છે. રાધાજી એક વાર શ્રીકૃષ્ણને કહે છે... પ્રાણપ્રિયે હું ગોરી ને તમે શ્યામ કેમ છો? શ્રીકòષ્ણ તેમની પ્યારી રાધાને કહે છે જગતમાં તારો મહિમા અપરંપાર થાય માટે હું શ્યામ છું. હે, હૃદયેશ્વરી આપ મને અતિવહાલા છો.

આમ આપણને સૌને શ્રીરાધાજીના જીવનમાંથી દિવ્ય સંદેશો મળે છે. શ્રીરાધાજીના પ્રેમમય, ભકિતમય જીવનને અપનાવીને આપણે સૌ આજના રાધાષ્ટમીના પાવનપર્વે વ્રજનંદિની રાધાનાં ગુણગાન ગાઈને તન,મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેની શુદ્ધિ કરીને ભગવાન શ્રીકૃષ્ણને પામીએ.